________________
શ્રીફળ સોપારીને ઉપવિત દાઘ દુર્વાદિક દીધાં જી વેદમંત્રથી કુળ ઉચારે કારજ સઘળાં કીધાં જી. (૭)
કન્યા પક્ષના સહુ લોકોને તાંબુળાદિક આપે જી તિમરર પક્ષી સર્વ જનને અન્યો અન્ય થાપે જી સામા સામા જોવા તેડ્યા વર વહુને તિહાં કરતાં જી વસ્ત્રાભરણ ગંધ બહુમાનેર્વિત ઘણું વાવ૨તાજી. (૮) વસંત ચઢાવવાની બહુ કરણી લોકમાંહિ પરસિદ્ધિ જી જોશી તેડી લગ્ન મંડાવ્યા લગ્ન પત્રિકા લીધિ જી જ્ઞાતિ ગોત્ર સગા સંબંધિ શેઠ પ્રમુખને તેડ્યા જી ચુઆ ચંદન અત્તર અરગજા શુદ્ધા અંગ લગાયાજી. (૯)
આ રીતે સગાઈ વિધિ કરીને મંગળ-ધવલ ગીત ગાઈને આનંદ વ્યક્ત કરવામાં આવે છે.
ઈમ વર કન્યા કરી સગાઈ, મંગલ કારજ સ્થાપ્યા જી મંગળરૂપે ધવલ ગવાતે, ઝવેરા વવરાવેજી. (પા. ૪)
ભગવાનના વિવાહનો ઉત્સવ લૌકિક વિવાહ કરતાં જુદા પ્રકારનો છે. તેનો ઉલ્લેખ કરતાં કવિ જણાવે છે કે
સાતે કુળગર સોવનપાટે, થાપ્યો વરને ગેહેજી,
મંત્ર ઉપચારી અષ્ટપ્રકારી, પૂજા અતિ સસનેહેજી.
એ વિધાન જિનમતમાં બોલ્યું, આચાર દિનકર સાખીજી, સમકિતમાં દૂષણ નવિ લાગે, નવિ ચાલે તે પાપીજી.
અહીં લગ્નનો પ્રસંગ ઉજવાય છે પણ લૌકિક રિવાજ પ્રમાણે ગણેશ સ્થાપના, કામદેવની મૂર્તિની સ્થાપના કરવામાં આવતી નથી. આ રિવાજ મિથ્યાત્વનો છે.
Jain Education International
૧૩૨
For Private & Personal Use Only
www.jainelibrary.org