________________
આ વિવાહલોમાં લગ્નની તૈયારી, મંડપનો શણગાર, વર-કન્યાના શણગાર, જાનનું આગમન, ભોજનની સામગ્રી, વરઘોડાનું વર્ણન, લગ્નવિધિ, વર-કન્યાને શિખામણ, ઈન્દ્ર પોતાનો આચાર જાણીને પ્રભુના લગ્નમાં આવી સહાય કરે છે. ઈન્દ્ર અને વેવાણનો સંવાદ, લગ્નની પહેરામણી, વરકન્યાના ભોજન કરવાનો પ્રસંગ, કન્યા વિદાય અને લગ્નનો અભૂતપૂર્વ ઉત્સાહ વર્તી રહ્યો છે. મંગળ-ગીતો ગવાય છે વગેરે પ્રસંગોનું ચિત્તાકર્ષક શૈલીમાં શૃંગારરસની રમઝટ જમાવતું વર્ણન નજરે નિહાળી શકાય છે. કવિની વર્ણનકળા પ્રેમાનંદની વર્ણનકળા સમાન મૂર્તિમંત ચિત્રો આલેખે છે. અહીં કવિત્વ શક્તિનો પરિચય થાય છે. નમૂનારૂપે કેટલીક પંક્તિઓ અત્રે નોંધવામાં આવી છે.
લગ્નના મંડપનું વર્ણન કરતી પંક્તિઓ ઃ (પા. ૮, ગા. ૧ થી ૬)
કરે મંડપ રચવાવારૂ નવાખંડે રચ્યો રે દિદારૂં, ખંડે ખંડે નવા નવા રંગ મણિમય ચિત્રામ અભંગ. (૧)
પાવડિયા તે બાંધ્યાં લગતાં કંચનમય ચિત્તુદિશે ફગતાં, ઈંદ્ર નીલમણિનું તળીયું માનું જલદ જબે આવી મળીયું. (૨)
તે ઉપર ૨યણનાં થંભ, પુતળી કરે નાટારંભ, ફાટીકની ભાત વીરાજે પ્રતીબીંબ તે બેઠાં સમાજે. (૩)
મોતીની ગુંથી છે જાળી જન જોવે નયણે નિહાળી, ચોબારો મંડપ સોહે જોતાં સુર નરનાં મન મોહે. (૪) તિહાં નીલરત્નમય પાન તોરણ બાંધ્યાં છે પ્રધાન, મણિયણનાં ઝૂમખા ઝુમે નિરખતાં લોચન જો. (૫) શોભે ચંદ્રોદય નવરંગી ચિત્રકારી વિચિત્ર અભંગી, પુવારા જળ ઉછળતા જોવા બહુલોક તે મળતાં. (૬)
કન્યાને લગ્ન પ્રસંગે સાજ સજીને મંડપમાં પધરાવવામાં આવે છે તે પ્રસંગનું વર્ણન કરતી કવિની માહિતીપૂર્ણ પંક્તિઓ નીચે પ્રમાણે છે. સાતમી
Jain Education International
૧૩૩
For Private & Personal Use Only
www.jainelibrary.org