________________
ઢાળમાં કન્યાના શણગારની સાથે વરના શણગારનું વર્ણન થયેલું છે. (પા. ૧૨, ગા. ૧ થી ૯)
શુભતીરથ ઉદકે કુંવરીને નવરાવે વરચિવર મણીનો અલંકાર પહેરાવે પાએ નેઉર અણવટ વિછુંઆ કલ્લાંને કાંબી કટિમેખલા કેડે ઘુઘરી ધમાકેલાં છે. (૧) બાજુ બંધ બેરખાં ચુડલો કંકણ હાથે તિમ ચંદન ચડી વીંટી વેઢ સંગાથે. (૨) તુશી તનમનિયું કંઠે માદળિયાં સોહે હારચંદન નવસર ચમકાલએ મનમોહે રે મુક્તાફળમાળા કંઠે ઝુમણાં ઘાલે ઈમ કંઠા ભુષણ ઈંદ્રાણિવળી ચાલે નાકે નથપુલી ઝુલી અધરે આય કાને રવિમંડળ સમકુંડળ પહેરાય. (૩) વળિ પુલ અકોટી ધુલર પાનડી રાજે ઈમ કરણાભુષણ અમરી ઘાલે સમાજે વઈચદ પદામે શિર અંબોડો વાળે શિશ પુલ તે સોહે વદને પાનન લાટે. (૪) શિર ટીકો નિકો જડિત જાએ સહુલોક કરી તિલક કંકુનું ઉપર ચોટ્યા ચોખ આંજી આંખડલી તિલક કર્યું વળિગાલે પાનેતર કંચુક ઉજ્જવળ આલે. (૫) અમરી ઈંદ્રાણી એ ઈમ કન્યા શણગારિ વરને શણગારે કુળ વૃદ્ધિ મળી નારી તવ સોહમ ઈંદો ઔષધિજળને અણાવે સિંહાસન થાપી વિધિએ હવણ કરાવે. (૬) પહેરાવે ચીવર અલંકાર ધરાવે મણિરયણે જડિયો માથે ખુપ બંધાવે ખુપે ખાટલીયો મોગરા ફિતરાદીપે માંહે માણેક જડિયા તેજે તરણી જીયે. (૭)
(૧૩૪
૧૩)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org