________________
૧૩. હરિયાળી કાવ્ય સ્વરૂપની પૂર્વ ભૂમિકા
વિશ્વની વિવિધ ભાષાઓમાં કાવ્યરચનાઓ અતિ સમૃદ્ધ છે. કાવ્યોની વિવિધતામાં નવી ભાત પાડતી રચના તરીકે સમસ્યા - પ્રહેલિકાનું સ્થાન ગૌરવવંતુ છે. કવિઓ કાવ્ય રચના કરે છે અને વિદ્વાનો-રસિકજનો તેનો અપૂર્વ આસ્વાદ કરે છે.
‘હરિયાળી’ કાવ્ય પ્રકારના સંદર્ભમાં સમસ્યા વિશેની વિગતો તેના વિકાસનું દર્શન કરાવે છે.
સમસ્યા અર્થ ચમત્કૃતિવાળી કાવ્ય રચના છે.
યા સમા સાર્થા પૂરણીયાર્થા કવિશકિતપરીક્ષર્ણાથમપૂર્ણતયૈવ, પદ્મમાણાર્થો વા સા સમસ્યા.
સમસ્યામાં બંને પક્ષે સામસામે અર્થ પૂર્ણ કરવાના હોય છે. કવિઓની કવિત્વ શક્તિની પરીક્ષા કરવા માટે અપૂર્ણ અર્થવાળાં વાક્યો આપવામાં આવે છે. તે સમસ્યા છે. તેના દ્વારા કવિ થનારની તર્ક અને કલ્પના શક્તિ ઉપરાંત અર્થગંભીરતાનો પણ પરિચય થાય છે. ટૂંકમાં એમ કહેવાય છે કે સમસ્યાથી અસાધારણ કવિપ્રતિભાનું દર્શન થાય છે. શ્લોકબદ્ધ સમસ્યામાં એક ચરણ આપવામાં આવે છે. તે ઉપરથી બાકીનાં ત્રણ ચરણ પૂર્ણ કરવાનાં હોય છે. બે ચરણ આપીને બાકીનાં બે ચરણ પૂરા કરવાનાં હોય છે. ત્રણ ચરણ આપીને એક ચરણ પૂર્ણ કરવાનું હોય છે. આ સમસ્યા કહેવાય છે. કાવ્યશાસ્ત્રની રીતે વિચારીએ તો શબ્દ અને અર્થના ચમત્કારની સાથે વ્યંગ્યાર્થ ન હોય તો તે કાવ્ય નિમ્ન કક્ષાનું ગણાય છે.
૧. ‘ફૂટ પ્રશ્ન’ એ પ્રહેલિકાનો એક પ્રકાર છે. તેના પરથી ‘કોયડો' શબ્દ નિષ્પન્ન થયો છે. અંગ્રેજીમાં Riddle - રીડલ કહેવાય છે. જે કાવ્યનો
Jain Education International
૧૪૭
For Private & Personal Use Only
www.jainelibrary.org