________________
હાં રે જીન પરણીને નીજ ઘરે આવે, હાં રે જાચકને બહુ દાન દેવરાવે રે; હાં રે ગુણ ગાંધરવ રંગે, હાં રે દેવ કુસલને ઉલટ અંગે ગા. ૪
પારસનાથનો વિવાહલો
અજ્ઞાત કવિકૃત પારસનાથનો વિવાહલો. વિવાહ પ્રસંગનો મિતાક્ષરી પરિચય કરાવે છે. ગીત કાવ્યની સાથે સામ્ય ધરાવતી વિવાહલોની રચના
અનિ હાં રે... ની પ્રચલિત દેશી અને દુહા સાથે ૪ ગાથામાં રચાઈ છે.
‘વિવાહનો અવસર જીન તણો કઈએ અતિ સુકમાલ’
પાર્શ્વનાથના વિવાહમાં સાજન-મહાજન અને નર-નારીઓ મોટી સંખ્યામાં પધાર્યા છે. કવિ કહે છે ‘રાય રાણી તણો નહીં પાર'. કવિએ વરઘોડાનો ઉલ્લેખ કરીને પાર્શ્વકુમારના શણગારેલા દેહની માહિતી આપતાં જણાવ્યું છે કે
હાં રે પાસકુમાર ચડા વરઘોડો, હાં રે સીર કુંપભર્યો બેઉ કો૨ે. હાં રે કાંને કુંડળને મુચ જોડે, માનું રવી શશી આવ્યા દોડે.
કવિની ઉત્પ્રેક્ષા દ્વારા પાર્શ્વકુમારના દેહની અદ્ભુત શોભાનો લાક્ષણિક પરિચય થાય છે. પ્રભુએ સુવર્ણની મુદ્રિકા ધારણ કરી છે. આ માહિતી આપ્યા પછી પ્રભુએ લગ્ન કર્યા તેનો ઉલ્લેખ કર્યો છે.
હાં રે પરણી પરભાવતી રાંણિ હાં રે રૂપે અપછરા - ઈંદ્રાણી.
આ લગ્ન પ્રસંગે દેવો આરતી ઊતારે છે. નર-નારી એકત્ર થઈને પ્રભુના ગુણગાન કરે છે. પ્રભુ પરણીને સ્વગૃહે પધારે છે. ત્યારપછી કવિ જણાવે છે હાં રે જાચકને બહુ દાન દેવરાવે હાં રે ગુણ ગાંધરવ ગાવે રંગે
આ રીતે ચાર ગાથામાં વિવાહનો પરિચય આપવાની સાથે કવિની કલ્પના અલંકાર યોજનાથી ચિત્રાત્મક અભિવ્યક્ત થઈ છે. પારસનાથ વિવાહલોની રચના એક લઘુ ગીત સમાન આસ્વાદ્ય છે.
Jain Education International
૧૪૬
For Private & Personal Use Only
www.jainelibrary.org