________________
સમન્વય સધાયો છે. વિવાહ પ્રસંગનું માહિતી પ્રધાન વર્ણન કરતી આ રચના વસ્તુ નિરૂપણ, વર્ણન, રસ, સમાજ જીવનનો સંદર્ભ વગેરેથી ભાવવાહી બની છે. આરંભથી જ શૃંગારરસનું સેમ્પલ આપ્યા પછી વરકન્યા વિદાય થાય ત્યાં સુધીનું નિરૂપણ ઉત્તરોત્તર શૃંગારરસની ચરમ સીમાની અનુભૂતિ કરાવે છે. કથા વિદાયના પ્રસંગમાં સાહજિક કરૂણ રસનો અનુભવ થાય છે પછી શાંત રસ દ્વારા પ્રભુના નિર્વાણનો સર્વોત્તમ ભાવ રજૂ કરીને ભક્તિરસમાં લીન થવા પ્રેરક બને છે. જૈન સાહિત્યની આ સાંપ્રદાયિક વસ્તુવાળી રચના હોવા છતાં સાહિત્ય કલાની દૃષ્ટિએ મૂલ્યાંકન કરતાં સાહિત્ય કલા અને જીવનનો અપૂર્વભાવોલ્લાસ વ્યક્ત કરતી વસંતના વૈભવ સમાન આનંદદાયક બની છે.
પારસનાથનો વિવાહલો (અજ્ઞાત) પાસકુંવર મહેમાલીનો ગુણ મણી રયણ ભંડાર વીવાનો અવસર જીન તણો કઈએ અતી સુકમાલએ આંકણી. દુહો. હાં રે સુભ મંડપ તોરણ સોહે, હાંરે જોતાં સુરનર મન મોહે; હાંરે મળીયું માજન મનોહાર, હાંરે રાય રાણી તણો નહીં પાર. ગા.૧
સજ્જન સંતોકી બેઉપરે અશ્વસેન ભૂપાલ સતી શણગારી સુંદરી પાસ કુંવર મહેમાઅ દુહે -
હાં રે પાસ કુંવર ચડા વરઘોડો, હાંરે સીરકુંપ ભર્યા બેઉકોરે; હાં રે કાંને કુંડલને મુચ જોડે માનું રવી રસી આવ્યા દોડે, ગા. ૨
દુહો -ચંપકવરણી સુંદર નિલ વરણ પ્રભુ પાસ સોહિયે સુવરણ મુદ્રિકા પાસ કુંવર મહેમાય
હાં રે જીન વર મુખ સોહંતા બોલે, હાં રે દીશે ઘણું ઝાકમ જોલે; હાં રે પરણી પરભાવતી રાણિ, હાંરે રૂપે અપછરા ઈંદ્રાણી. ગા. ૩
દુહો – દેવ ઉતારે આરતિ નરનારી ગુણ ગાય આવ્યા અતી આડંબરે | તોરણ શ્રી જીનરાજ
૧૪૫)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org