________________
અર્થ સરળતાથી સમજાય નહિ અને વિચાર કરનાર ગૂંચવાઈ જાય, મથામણ કરવી પડે, બુદ્ધિને કસોટીએ ચઢાવવી પડે તે કૂટ પ્રશ્ન છે. ધાર્મિક-પૌરાણિક કથાઓની રચનામાં આવો પ્રયોગ થાય છે. મધ્યકાલીન જ્ઞાન અને ભક્તિ માર્ગની કવિતામાં તેનો ઉલ્લેખ મળે છે. તેનું બીજું નામ અવળવાણી છે. હિન્દીભાષામાં ઊલટ બાંસી કહેવાય છે.
પ્રહેલિકા વિશે માહિતી નીચે મુજબ છે. પ્રહેલિકા એ ઉખાણા સમાન સ્થાન ધરાવે છે. તેના દ્વારા તર્ક અને બુદ્ધિ શક્તિની પરીક્ષા થાય છે. પ્રહેલિકા દ્વારા અન્ય વ્યક્તિને સંદેહ-સંશયમાં રાખીને વસ્તુનું નામ ગુપ્ત રાખવામાં આવે છે તે શોધવાનું હોય છે. પ્રાચીન અને મધ્યકાલીન સમયમાં રાજકુમારરાજકુમારી-વરકન્યાની પસંદગીમાં આવી પ્રહેલિકા દ્વારા પરીક્ષા થતી હતી. આ પ્રવૃત્તિ જ્ઞાન સાથે ગમ્મતની પણ એક પ્રવૃત્તિ તરીકે સમાજમાં સ્થાન ધરાવતી હતી.
પ્રહેલિકા નામ યથા પર સંદિહયતે તાદ્ર્શગુપ્તાભિધાનશ્યા
૨. પ્રહેલિકા એટલે બીજાને સંશય-સંદેહમાં નાંખે તેવું વર્ણનીય વસ્તુનું નામ. ગૂઢાર્થવાળી રચનાનું અતિ પ્રચલિત ઉદાહરણ કવિ સમયસુંદર (સં. ૧૬૪૬) ની રચના “રાજાનો દદ, સૌરવ્યમ્ છે. તેના આઠ લાખ અર્થ થાય છે એટલે અષ્ટલક્ષી રચના તરીકે પ્રસિદ્ધ છે. શહેનશાહ અકબરના રાજ દરબારમાં સં. ૧૬૪૯માં આ રચના વાંચવામાં આવી હતી. કવિ શામળ ભટ્ટની નંદબત્રીસીમાં આવી પ્રહેલિકાનો પ્રયોગ થયો છે. કવિ ગણપતિની રચના માધવાનલ કામકન્દલા પ્રબંધમાં આઘાક્ષરી, મધ્યાક્ષરી, અન્યાક્ષરી અને વિચિત્રાક્ષરી એમ ચાર પ્રકારની પ્રહેલિકાઓ સંવાદરૂપે પ્રયોજાયેલી છે.
૩. પ્રશ્ન : પુષ્ક પટારિ પદ્મિની લિખતી લીલ વિલાસ ચંપક વ્યાલકિશ્યા-ભણી પીઉ મોકલવા આસ?
૧૪૮)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org