________________
૭. ચોપાઈ
જૈન સાહિત્યમાં ‘રાસ’ સંજ્ઞા પછી ‘ચોપાઈ' સંજ્ઞાનો દીર્ઘકાવ્યો માટે પ્રયોગ થયો છે. સંસ્કૃત ભાષામાં ‘ચતુષ્પદિકા’ ની રચના છે. તેમાં ચતુષ્પદ શબ્દ પરથી ‘ચોપાઈ' શબ્દ રચાયો છે. વાસ્તવિક રીતે તો ‘ચોપાઈ’ એક પ્રકારનો છંદ છે. તેનું બંધારણ નીચે પ્રમાણે છે.
ચાર ચરણ, દરેક ચરણની ૧૫ માત્રા, આવર્તન – ચાર માત્રાના ચતુષ્કલ સંધિનું ત્રણ વખત આવર્તન અને અંતે લઘુ-ગુરુ અક્ષર હોય છે.
સ્વરૂપ : દાદા દાદા દાદા ગાલ
આરંભમાં ચોપાઈ છંદની રચનાનો પ્રયોગ થતો હતો. ત્યારપછી ચરિત્રાત્મક કાવ્યો માટે ‘રાસ’ સમાન ‘ચોપાઈ' સંજ્ઞાનો પ્રયોગ શરૂ થયો હતો. આ રીતે ‘ચોપાઈ’ શબ્દ મધ્યકાલીન કવિઓએ છંદ કરતાં કાવ્ય પ્રકારના સંદર્ભમાં રૂઢ અર્થમાં પ્રયોગ કર્યો છે.
‘ચોપાઈ’ સંજ્ઞાવાળી કૃતિમાં ચોપાઈ છંદનો પ્રયોગ હોય અથવા દેશીનો પ્રયોગ હોય તો પણ આ સંજ્ઞાનો પ્રયોગ થયો છે. કેટલીક કૃતિઓમાં રાસ અથવા ચોપાઈ શબ્દ પ્રયોગ મળે છે તો એવી પણ કૃતિઓ છે કે જેમાં માત્ર ચોપાઈ શબ્દ પ્રયોગ થયો છે. અપભ્રંશ કાવ્યોમાં ‘ચોપાઈ’ છંદનો પ્રયોગ થયો છે. રાજસ્થાની સાહિત્યમાં આ શબ્દ પ્રયોગ ૧૪મી સદીમાં થયો છે.
૧.
પ્રાચીન ગુર્જર કાવ્ય સંગ્રહમાં ‘ચોપાઈ’ નો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. હાસમિસિ ચઉપઈ બંધુ કિયઉ.
ચોપાઈ રચનાઓની માહિતી નીચે પ્રમાણે છે.
ભલે મણઉં માઈરિ જોઈ ધમ્મહ મૂલૂજુ સમકિત હોઈ સમકતુવિષ્ણુ જોકિયા કરેઈ તાતઈ લોહિ નીરન્થાલેઈ. ॥૧॥
Jain Education International
૬૫
For Private & Personal Use Only
www.jainelibrary.org