________________
કારિ જિણુ પણમેસુ સતગુરુતણઉં પાલેસુ
આગમ નવતત બુજ્જિસિ તિમઈ સમકિતુ રયણુ હોઈ તસુ તિમઈ. નર નવકારુ સુરિ જગસારુ ચઉદહ પુર્વાહ જો સમુદ્ધારૂ સમકિત જઈ લાભઈ સંસારિ જાણે છુરી પડી ભંડારી. ૩
મનુ ચંચલુ અટજાસિ પડેઈ ઘડિયમાહિ સાતમિય હનેઈ, મનુ મયગલુ શુભધ્યાનુ કરંતિ પ્રસંનચંદ જિન સિદ્ધિહિં જંતિ. ॥૪॥
ચોપાઈ છંદમાં રચાયેલી પ્રાચીન રચનામાં સમકિતનો મહિમા ગાવામાં આવ્યો છે.
૨. ૧૬મી સદીના આગમ ગચ્છના મુનિ મતિસાગરજીની ‘લઘુક્ષેત્ર સમાસ ચોપાઈ' અથવા ક્ષેત્રસમાસ વિવરણ ચતુષ્પદિકા સં. ૧૫૯૪ની પ્રાપ્ત થાય છે.
અંચલગચ્છના કવિ સંયમમૂર્તિની ‘કલાવતી ચોપાઈ’ સં. ૧૫૯૪ની પ્રાપ્ત થાય છે. કવિએ ૨૦૧ ગાથામાં કલાવતી સતીના જીવનનો વિસ્તૃત પરિચય કરાવ્યો છે.
સોળમી સદીના મમ્માહડગચ્છના મુનિચન્દ્રસૂરિના શિષ્ય પદ્મસાગરસૂરિએ ‘યવન્ના ચોપાઈ' ની રચના સં. ૧૫૬૩માં કરી છે. કવિએ કાવ્યને અંતે ચોપાઈ શબ્દનો ઉલ્લેખ કરતાં જણાવ્યું છે કે
‘દાન ઉપર કયવન્ન ચોપઈ, સંવર પંદર ત્રિસદે થઈ.’
ખરતરગચ્છના કવિ રાજશીલની રચના વિક્રમ ખાપરા ચરિત્ત ચોપાઈ સં. ૧૫૬૩ની પ્રાપ્ત થાય છે. કવિએ ચરિત્ત અને ચોપાઈ શબ્દપ્રયોગ કર્યો છે. મધ્યકાલીન સાહિત્યમાં કવિઓએ એક જ કૃતિ માટે બે-ત્રણ કે ચાર કાવ્ય સંજ્ઞાઓનો પ્રયોગ કર્યો છે. કવિ લાવણ્ય સમયની સં. ૧૫૭૫ની કૃતિ દેવરાજ-વચ્છરાજ ચોપાઈ અથવા વચ્છરાજ-દેવરાજ રાસ એવો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે.
Jain' Education International
૬૬
For Private & Personal Use Only
www.jainelibrary.org