________________
છે તેને આત્મસાત્ કરવા માટેનો માર્ગ અનુયોગદ્વારના ચાર પ્રકાર અનુક્રમે દ્રવ્યાનુયોગ, ગણિતાનુયોગ, ચરણ કરણનુયોગ અને ધર્મકથાનુયોગ છે.
દ્રવ્યાનુયોગમાં વિશ્વનું સ્વરૂપ, જીવાદિક નવ તત્ત્વ, જન્મ-મરણ-મોક્ષકર્મવાદ-ચાદ્વાદ આદિ જૈન દર્શનના સિદ્ધાંતોનું પ્રતિપાદન થયું છે. એટલે આ વિભાગ જૈન દર્શન શાસ્ત્ર - તત્ત્વજ્ઞાનને સ્પર્શે છે.
ગણિતાનુયોગમાં ગણિત (ગણતરી) ને આધારે સિદ્ધાંતો - વિચારોનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે.
ચરણકરણાનુયોગમાં મુખ્યત્વે સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકા આદિના આચાર સંબંધી માહિતી કેન્દ્ર સ્થાને છે. આચાર એ ધર્મનું પ્રથમ સોપાન છે. વિચાર-આચારમાં પરિણમે એટલે આત્મ વિકાસની યાત્રા શરૂ થઈ છે એમ સમજવું.
ધર્મકથાનુયોગ એટલે ધાર્મિક વિષયો-સિદ્ધાંતોને સ્પષ્ટ – ચરિતાર્થ કરતી કથાઓનો સંચય.
ધર્મકથાનુયોગમાં મહાપુરૂષોએ જીવનમાં શાસ્ત્રોક્ત આચાર પાલનથી મુક્તિ પ્રાપ્ત કરીને માનવ જન્મ સાર્થક કર્યો છે તેનો મૂલ્યવાન સંદર્ભ પ્રાપ્ત થાય છે. તીર્થકર ભગવંતો, ચક્રવર્તી, બળદેવ, વાસુદેવ, મહાપુરૂષો, સાધુ મહાત્માઓ, ધનિક શ્રેષ્ઠિઓ, સતી સ્ત્રીઓ, કુસંસ્કાર, સંસારની અસારતા, સંયમ ધર્મની મહત્તા જેવા વિવિધ વિષયોને સ્પર્શતા વિચારો તેના દ્વારા પ્રગટ થયા છે. ધર્મકથાનુયોગનો આર્યરક્ષિતસૂરિએ ઉદ્ધાર કર્યો હતો. તેની માહિતી નીચે મુજબ છે.
દ્રવ્યાનુયોગ – ૧૨મું અંગ દૃષ્ટિવાદ - હાલ તેનો વિચ્છેદ છે.
ચરણકરણાનુયોગ - ૧૧મું અંગ છેદ સૂત્ર મહાકલ્પ અને મૂળ સૂત્ર. સાધુ-શ્રાવકનો આચાર.
ગણિતાનુયોગ – ચંદ્ર પ્રજ્ઞપ્તિ અને સૂર્ય પ્રજ્ઞપ્તિ. ધર્મકથાનુયોગ -ઋષિ ભાષિત - ઉત્તરાધ્યયન સૂત્ર.
૨૩૮)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org