________________
જોઈ સુધારનાર ઓળેથી અને વળી મંત્રો બોલવા તે ૐ શ્રાવયા તમે સાંભળો અસ્તુ શ્રી પાટ યજ અને યેયજા મહે એ ચાર ચાર બે અને પાંચ અક્ષરોનાં મંત્રોવાળાં વચનો સાથે તથા યજી અને વોષટ એ બે પાદાન્તવાળાં વચનો સાથે જ વિષ્ણુને માટે હવન થાય છે. તે વિષ્ણુ મને પ્રસન્ન થાઓ.
શ્રીમદ્ ભાગવત, સ્કન્ધ - ૨, અધ્યાય - ૯, શ્લોક ૬ માં ફૂટ શૈલીનો પ્રયોગ થયો છે. ઈશ્વરને ઓળખવા માટે શું કરવું? તેના પ્રત્યુત્તર રૂપે તપ-તપ એમ જવાબ મળ્યો હતો. બ્રહ્માએ આકાશમાંથી ક-ચ-ત-ટ-૫ એમ પાંચ વર્ગમાં ૨૫ અક્ષરો છે તેમાં ૧૬ અને ૨૫ મો અક્ષર લેતાં ‘તપ’ થાય છે. તપની સાધનાથી પ્રભુ પ્રાપ્તિ થાય છે એમ અર્થબોધ સમજવો.
વક્રોક્તિ એ કાવ્યનું એક લક્ષણ છે. કુંતકનો આ મત કાવ્યમાં વક્રોક્તિને મહત્ત્વનું ગણે છે. કાવ્યમાં વક્રોકિતનો પ્રયોગ વિશેષ કોટિનો કાવ્યાનંદ પ્રાપ્તિમાં ઉપયોગી નીવડે છે. વક્રોકિત એક અલંકાર છે. જેમાં વક્તા એક આશયથી વાક્ય બોલે છે. તેનો બીજો શ્લોક બીજા જુદા અર્થથી વક્તાને નિરૂત્તર કરે છે. ત્યાં વક્રોકિત થાય છે. આ અંલકારમાં શ્લેષ જોઈએ તો જ સાર્થક બને છે.
દા.ત. : ‘સંધવ’ શબ્દના બે અર્થ છે. ઘોડો અને મીઠું. તેમાં ભોજનના સંબંધમાં મીઠું અર્થ અને રાજ દરબારના સંદર્ભમાં ઘોડો અર્થ સમજવાનો છે.
અઢારમાં શતકના અંતકાળમાં થયેલા કવિ કાંતિવિજયે ૩૨ છપ્પામાં હીરાબોધ બત્રીસીની રચના કરી છે. તેમાં મંદોદરી રાવણને શિખામણ આપે છે તે વસ્તુ કેન્દ્ર સ્થાને છે. ઉદાહરણ રૂપે નીચેનો છપ્પો પ્રગટ કરવામાં આવ્યો
છે.
૬. રાજનગર સમ એહ નારી, કાં આદરી આણો સાચો રહિં જસવાલિ રાણમંડલ મહિ સાણોઃ જૂનોગઢ મતિ ખોય સીખ રાખિ અકલેસિર રામપરાણે પાજિ બાંધિ લેસ્ચે ફતેપુરઃ વાસણે એમ સુરતિ તણે વડે ખોઈસ તું તાહરી:
Jain Education International
૧૫૦
For Private & Personal Use Only
www.jainelibrary.org