________________
(ગા. ૧૬ - ૧૭) કાવ્યને અંતે કવિના શબ્દો છે: શ્રી હેમવિમલસૂરિસર રાય વિનય ભાવ પ્રણમી પાય, શ્રી આણંદવિમલસૂરિ કેરૂ સીસ, સંઘ તણી પૂરવું જગીસ. (૧૮) (ગા. ૧૮)
કવિ વિનયભાવ વિજયજીએ આ કાવ્યની રચના કરીને ગુરુ ગુણ ગાવાનો પ્રશસ્ય પ્રયાસ કર્યો છે. સંયમ જીવનની પ્રેરણા આત્મ કલ્યાણ માટે મહાન નિમિત્ત છે અને પૂ. ગુરૂદેવની તપશ્ચર્યા તથા સંયમ જીવનનું સ્મરણ એ પણ માનવજીવનમાં સંયમ પ્રત્યેનો સદ્ભાવ અને ભવાંતરમાં સંયમ પ્રાપ્તિની અભિલાષા પ્રગટ કરાવે તેવી અભિવ્યક્તિવાળો સ્વાધ્યાય એ અર્વાચીન કાળની સજઝાયની સાથે પૂર્ણતઃ સામ્ય ધરાવે છે.
(૨) તેજરત્નસૂરિ સઝાયઃ
૧૭મી સદીના પ્રારંભકાળમાં અમદાવાદ શહેરના રાજપુર વિસ્તારમાં જન્મેલા તેજપાલ (સંસારી નામ) ભાવરત્નસૂરિના ઉપદેશથી વૈરાગ્ય પામીને એમની પાસે સંવત ૧૬૨૯ના અષાઢ સુદ ૧૦ને દિવસે સિદ્ધિયોગમાં દીક્ષિત થયા હતા. પૂ. ભાવરત્નસૂરિએ સં. ૧૬૩પમાં વૈશાખ સુદ પાંચમ ને દિવસે અંચલગચ્છના ગચ્છાચાર મુજબ આચાર્ય પદવી પ્રદાન કરીને પોતાના પટ્ટધર તરીકે સ્થાપના કરી હતી. આ મંગલમય પ્રસંગે બિરાજના પુત્ર કુંવરજીએ સંપત્તિનો સદ્વ્યય કરીને લાભ લીધો હતો. આ માહિતીનો સમાવેશ તેજરત્નસૂરિ સજઝાયમાંથી પ્રાપ્ત થાય છે એટલે સજઝાયને અનુરૂપ દીક્ષા અને આચાર્યપદવીની વિગતોવાળી આ લઘુ રચનામાં સંયમ જીવનનો મહિમા ગાવામાં આવ્યો છે. નમૂનારૂપે માહિતી નીચેની પંક્તિઓ દ્વારા જાણવા મળે છે. કાવ્યનો આરંભ પરંપરાગત દેવ-ગુરુ અને સરસ્વતીની સ્તુતિથી કરીને વિષયવસ્તુનો નિર્દેશ કર્યો છે.
૧૯૮)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org