________________
ઉગ્રચારિત્ર નઈ ઉગ્રવિહાર, તે તુહે કીધઉ સુધ્ધ આચાર, વલી ઉગ્ર તપ કીધઉ ઘણઉ, તેહું બોલું ભવીઅણ સુણું. (૬) શ્રી જિનપ્રતિમા આગલિ રહી, પાપ સવે આલોયા સહી સુ(?) એકાસી ઉપવાસ કરી સંયમ કમલા રુડી વરી. (૭) વસ સ્થાનક તપ વસવીસ વાર, ચઉથે કરી તુહે કીધઉ સાર, ઓરિસઈ ચુથ તુહે પૂરા કરિયા, વીસબોલતે મનમાહિ ધરિયા. (૮) વલી સ્થાનક તપ બીજી વાર છઠ્ઠ કરી તુણ્ડ કીધઉ સાર, ઓરિસઈ છઠ્ઠ તે પૂરા કરિયા, વલી વિહરમાન જિન હીઅડઈધર્યા. (૯) (ગા. ૬ થી ૮) પૂજ્યશ્રીના વિહારના સ્થળોની માહિતી જોઈએ તો : ગૂર્જર માલવ વાગડ દેસિ, મેદપાટિ મારુડિ વિદેસિ સોરઠ કાન્હમ દમણનઈ દેસિ, શ્રી પૂજ્ય દીધા ઉપદેશ. (૧૩) ઠામિ ઠામિ તે મહોત્સવે ઘણા, મનોરથ પૂરિયા શ્રી સંઘ તણા, ચઉવિત સંઘ મિલ્યાતે બહુ, ધર્મવંત તે હરખિયા સ. (૧૪) (ગા. ૧૩-૧૪)
પૂજયશ્રીનો જન્મ સં. ૧૫૪૭, દીક્ષા સં. ૧૫૭૦, આચાર્ય પદપ્રાપ્તિ સં. ૧૫૮૨ અને નિર્વાણ સં. ૧૫૯૬. ચૌદ વર્ષ સુધી સતત તપની આરાધના કરીને અંત સમયે છઠ્ઠ તપ દ્વારા અતિચારની આલોચના કરીને અનશન દ્વારા સમાધિમરણ થયું હતું. કવિના શબ્દો છે :
પન્નર વ્યાસીઈ સાધુ પંથ લિઈ, સંવત છન્નઈ અણસણ કિધ્ધ થ્યારિ શરણ મનમાંહિ ધરી, શ્રી પૂજ્ય પુહુતા દેવનીપુરી. (૧૬) અહમદાવાદ હૂઉ નિર્વાણ, માંડવી મહોચ્છવ અતિહિમંડાણ, ચઉવિહસંઘ ઘણા તપ કરઈ, શ્રી પૂજ્યનામહીઆમાહી વરઈ. (૧૭)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org