________________
સયલ જિસેસર પયનમે વિસરસતિ સમરવિ ગણહર ગોયમસામિનામ નિયચિતિ ધરેવી. (૧) (ગાથા ૧, પા. ૨૧૦)
રાજપુરમાં ભાવરત્નસૂરિનું આગમન અને પૂ.શ્રીની અમૃતસમ મધુર વાણીથી વૈરાગ્ય વાસિત થઈને તેજપાલ દીક્ષા અંગીકાર કરે છે. કવિના શબ્દો
છે :
તાસ કુખિ સરિ રાજહંસ સમહૂઉ કુમાર, નામ નિરુપમ તેજપાલ શુભલક્ષણ સાર સોમગુણે શશિ અવતર્યું તેજિઈ કરી ભાણ વાંદયા ભાવર સૂરિ આગમના જાણ. (૪) અમીય સમાણી વાણિ તામ, સહિ ગુરુની દીઠી, જાણે સાકર-સેલડી દ્રાખહથી મીઠી. કામક્રોધ મદ મોહ માયણ, તેથી મન ભાગુ એહ સંસાર-અસાર જાણિ, ગુરૂ ચલણે લાગુ. (૫) સંવત સોલ ઓગણત્રીસઈ વસીઉ વઈરાગ માસ આષાઢિ દસ મિ દિવસ ચારિત્ર તું લાગ પક્ષ અજૂઆલઈ સોમવારિ ઉત્તમ સિદ્ધિ યોગિઈ ઉચ્છવ સાહુ વાધરે પુન્યનઈ સંયોગિઈ. (૬) (ગા. ૪-૫-૬)
દીર્ઘકાવ્યને અંતે “કળશ” રચનાનું અનુસરણ થાય છે એવી મધ્યકાલીન પ્રણાલિકા છે તેમ છતાં લઘુકાવ્ય કૃતિમાં પણ કળશ દ્વારા સમાપ્તિ વચન સમાન અહીં “કળશ” રચનામાં તેજરત્નસૂરિના ગુણોનો ઉલ્લેખ થયો છે.
ઈય જણહ મંડણ દુરિય ખંડણ કુમતિ માણ હિંડણો મદ આઠ ગંજણ સભારંજન ગછઅંચલ મંડણો
(૧૯૯)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org