________________
સોભાગ સુંદર નિત પુરંદર સુરગણે જિમ અલંકરિઉં. તમ જ્ય તેજરત્ન મુનિપતિ, સયણ સંઘ પરિવરિઉ. (૧૧) (કળશ, પા. ૨૧૧)
સજઝાય-સ્વાધ્યાય અને સ્તુતિ પ્રકારની રચનાઓમાં સંયમ જીવનનો મહિમા ગાવામાં આવ્યો છે. સ્તુતિ પ્રકારની રચના “સંયમ રત્નસૂરિ'ની પ્રાપ્ત થાય છે. આગમગચ્છના વિનયમરૂસૂરિના શિષ્ય કવિ ધર્મહંસે તેની રચના કરીને સંયમરત્નસૂરિના જીવનનો મિતાક્ષરી પરિચય કરાવ્યો છે. પૂ. સંયમરત્નસૂરિ અમદાવાદ-સરખેજમાં આગમનચ્છની ગાદી પર બિરાજમાન હતા. આ સ્તુતિ મૂલક ઐતિહાસિક કાવ્ય રચનાનો આરંભ આશાવરી રાગમાં થયો છે. જેમાં સરખેજમાં આવેલી આગમગચ્છની ગાદી તથા નગરની માહિતી પ્રાપ્ત થાય છે.
સરસતિ સામિણિ વિનવું, પ્રણમું જિનવર દેવ, હંસવાહન ગજગામિની, સુરનર સારઈ સેવ. (૧) નયર નિરૂપમ રૂઅડું સરખિજ નામ રસાલ, ઘણકણકંચણ નહીં મણા, તિહાં દેહરા પોસાલ. (૨) પટ્ટક્ષેત્ર પુહવિ ભલું, આગમગચ્છ અહિ ઠાંણ, પાટઘણા અહીઈ હવા, સૂરિપદ ચડ્યાં પ્રમાણ. (૩) વિદ્યમાન ગચ્છના નાયકં શ્રી સંયમરત્નસૂરિંદ તાસ તણા ગુણ બોલિમ્યું, વેલિ બંધ આનંદિ. (૪) ક્રિયા સંપ્રતિ જેણિ ઉદ્ધરી, ઉધ્ધર્યા જનમ એક, સૂરિ મંત્ર સાચાહવા, ધનધન તુઝ વિવેક. (૫) (ગા. ૧ થી ૫, પા. ૨૧૨) સં. ૧૫૯૫માં સંયમરત્નસૂરિનો જન્મ થયો હતો અને લઘુ બંધુ
૨૦)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org