________________
વિનયમેરૂએ ગચ્છના પટ્ટધર સ્થાપીને વિહાર કર્યો હતો.
કવિના શબ્દોમાં ઉપરોક્ત માહિતી જોઈએ તો : ધનધન તુઝ વિવેક નઈં રે, સૂરિરયણ દાતાર, સંયમરતનતઈં આદરઉં રે, ધનધન તુઝ અવતાર. (૬) આરિ પંચમ તુહ છઈં રે, કલિયુગ તુંજ ઘન્ન, સંવત પન્નર પંચાણવઈં રે, પ્રગટિઉં પરૂષ રતન્ન. (૭)
લઘુ બંધવ શ્રી વિનયમેરૂ, સૂરિ તસ સરિ સુપી ભાર, આર્ષિ આપજ બુઝવઈ રે, શ્રી પૂજ્ય કરિ વિહાર. (૮) (ગા. ૬-૭-૮)
પૂ. સંયમરત્નસૂરિએ પ્રથમ ચાતુર્માસ પાટણમાં કર્યું હતું. પૂ.શ્રીની વાણી વિશે લોકોકિત છે કે
નવ ૨સ સરસ વખાણ કરતાં, ભવિય જનમન મોહઈં. (ગા. ૧૨)
કવિએ દૃષ્ટાંત અલંકાર દ્વારા મુનિનો મહિમા દર્શાવતાં જણાવ્યું છે મુનિ જીવન ચારિત્રથી શોભે છે. આ લઘુ કાવ્ય કૃતિમાં કવિત્વના લક્ષણો નિહાળી શકાય છે. કવિની અલંકાર યોજના દ્વારા સંયમનો મહિમા પ્રગટ થયો છે.
નવિ સોભઈ જિન હાથીઓ રે, દંત વિના ઉત્તુંગ,
રુપ બલિ કરી આગલુ રે, ગતિ વિના તુરંગ. (૧૩)
ચંદ્ર વિના જિમ રાતડી રે, ગંધ વિના જિમ ફૂલ જલ વિના જિમ સર તણું રે, કુણ કિર તે મૂલ. (૧૪) છાયા હીન જિમ તરુ ભલું રે, ગુણ વિના જિમ પુત્ર, દેવ વિના જિમ દેહ, પંડિત વિણ જિમ છાત્ર. (૧૫)
મુનિવર ચારિત્ર હીણતિમ, નવિ સોભઈં ગુણચંગ સર્વવિરતિ તિણ સોહતી, પાલિ મન નિરંગી. (૧૬)
Jain Education International
૨૦૧
For Private & Personal Use Only
www.jainelibrary.org