________________
અંત - તપગચ્છ મંડણ હીરલો રે હીર વિજય મુનિરાજ નામ જપતાં જેહનું રે સીઝે સઘલાં કાજ સીઝ સઘલાં કાજ સીઝે સઘલવાં કાજની કોડી તેહને નમે સદા કર જોડી
પંડિત કમલવિજયનો સીસ. હેમવિજય મુનિ 9 આસીસ. ૮. લોકાગચ્છના કવિ લબ્ધિએ નેમીશ્વર ભગવાનના ચંદ્રાવલાની રચના ૨૯૫ કડી પ્રમાણ સં. ૧૮૫રમાં કરી છે. કવિએ અત્યંત હર્ષોલ્લાસપૂર્વક નેમિકુમારના જીવનના પ્રસંગોનું વર્ણન કરીને ગુણગાન ગાયાછે. નેમિકુમારનું જીવન ભવ્યાત્માઓને માટે જીવનમાં મંગલ-કલ્યાણ કરવાવાળું છે. કવિની નમૂનારૂપ કાવ્ય પંક્તિઓ અત્રે પ્રગટ કરવામાં આવી છે. (૬/૧૯૬)
આદિસરસતી સરસ વચન દ્યો, મુજને પ્રેમે કરી પસાય, શ્રી નેમીસરના ગુણ ગાવા, મુજ મન ઉલટ થાય. મુજ મન ઉલટ થાય તે કહેવા, શ્રોતાજનને સાંભળવા જેહવા, મંગલકારી હોજો સહુને, સરસતી સરસ વચન ઘો મુજને. લબ્ધિ કહે મંગલકારી આવ્યો, માઘનો માસ, નરનારી મન માંહે હરખે, ધરતી ઘણું ઉલ્લાસ. ધરતી ઘણું ઉલ્લાસ તે અંગે, મદવંતી મતવાલી રંગે, માંહોમ હે ઉમંગશું ભારી, લબ્ધિ કહે મહામંગલકારી. અંત - સોરઠ દેશ તણી સીમાએ, ગામ નામ ચોરવાડ, રાજ કરે બાબી કુલ બહાદૂર, હામદખાં ઓનાડ. હામદખાં ઓના પ્રતાપી દેગ, તેગ જસ કિરતી વ્યાપી, ગઢ ગિરનાર તીર્થે છે જિહાં, એ સોરઠ દેશ તણી સીમાએ. રાજેશ્રી લોકાગચ્છરાયે સોમચંદ્રસૂરિ જાણો,
(૮૩)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org