________________
છે. જૈન ધર્મના મુખ્ય સિદ્ધાંતોમાં પ્રથમ સ્થાન અહિંસા પરમો ધર્મનું છે. પૂજ્યશ્રીએ જીવદયા પાલન વિશેના વિચારો આ કુલકમાં દર્શાવ્યા છે. ૧૨. આદિ -
ગોયમ ગણહર પય પણમૂવિ, જીવન ધ્યાનઉ બોલિસ ભેઉ જીવદાય સુખ-લાભઈ બહુ, જીવદયા તે પાલઉ સહું. અંત - શ્રી સોમસુંદરસૂરિ સુહગુરૂ સાર ધર્મ તણઉનિતુ કુહઈ વિચાર સુણતા લાભઈ આગમ મર્મ, જિણવર સાસણિ સાચઉ ધર્મ.
૧૬મી સદીના વિખ્યાત કવિ દેપાલે સમ્યકત્વ બારવ્રત કુલકની રચના સં. ૧૫૨૪માં કરી છે. શ્રાવકને માટે દેશ વિરતિ ધર્મની આરાધનામાં બાર વ્રત અંગીકાર કરવાના હોય છે તે સંદર્ભમાં કવિએ બાર વ્રતને વિષય તરીકે સ્વીકારીને કુલકની રચના કરી છે. કવિએ કુલક સાથે ચોપાઈ શબ્દ પ્રયોગ કર્યો છે જે ચોપાઈ, છંદનો સંદર્ભ દર્શાવે છે. ૧૩. આદિ -
વીર જિસેસર પ્રણમુ પાય, અહનિસિ આણ વહેં જિનરાય મૂરખ કવિ એ જાણઈ નહીં, પણિ અણબોલિઉ ન સકઈ રહી. ૧ અધિક્ ઉછઉં કહઈ અસાધુ, તે શ્રી સંઘ ખમઉ અપરાધ તાસ પસાઈ શ્રુત આધાર, પભણિસુ શ્રાવકના વ્રત બાર. ૨ શ્રાવક કહીઈ જે શ્રુત જણ, ભણઈ ગુણઈ સાંભલઈ વખાણ. ન્યાન સહિત છઈ સમકિત ધર્મ, અન્યાની ન ફલઈ ઉપકર્મ. ૩ ચાંન જાણિવા જે નર ત્રહઈ તે સાચુ જિનમારગ લહઈ જાન તણા પાંચ આવરણ, વાદલ જિન ઝાંપઈ રવિકિરણ. ૪ તિમ જીવ અન્યાનિઈ આવ-રિલે, કર્મ બાંધીનઈ ચિહું ગતિ ફિરિઉ વાદલ ગલતઈ દીપઈ ભાણ, તિમ આવરણ ટલિ હૂઈ નાણ. ૫
(
૭ )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org