________________
અંત -
હું મૂરખ મતિહીણ ભારી કર્મી છું સહીય હું નટાવા જિમ કહ્યું, તિરું કરૂં નહીય કિમ હું કરૂં અજાણ, જાણું નહીં ગીયત્ન વિણ ગુરુવિણ ન હુંઈ પ્રમાણ, જે બોલિઉં મઝ મતિ તરૂં એ. એહ ખમુ અપરાધ, સંઘ સહિત શ્રી યુગ પવર હું તુમ્હે ચલણે સેવ, વાંધુઉં નવિ ઈચ્છઉં અવર સંવત પનર ચઉતીસ, રચિઉ આસોઈ પૂનિમએ. ભણઈ ગુણઈ નરનારિ, સિંહા મનિ ઉપશમરસ રમઈએ. શ્રાવકના આચાર વ્રત બારહ, સંખિ પસિઉ દેપઈ કહી આગમ વિરૂ ધિ હિં આપબુધિ, કવિઉં તેહ પ્રમાણ નહીં. જે ભાંવિઈ મણિસિઈ અનઈ સુણિસિઈ રહસ્ય જાંણી એહનાં, જિનઆણ ધરિસિઈ ક્ષમા કરિસિંઈ કાજ સરિસિંઈ તેહનાં. સોળમી સદીના મધ્યકાળમાં કવિ કરમશીએ વૈરાગ્યકુલકની રચના ૧૫ ગાથામાં સં. ૧૫૭૫ પહેલાંના સમયમાં કરી છે. વૈરાગ્ય ભાવની વૃદ્ધિ થાય અને આત્મા કર્મબંધથી લેપાય નહિ તે માટે વૈરાગ્યનું મહત્ત્વ ઉચ્ચ કોટિનું છે. વિરતિ ધર્મમાં પ્રવૃત્ત થવા માટે વૈરાગ્ય ભાવના પ્રથમ કક્ષાની છે. આ વિષયને કેન્દ્રમાં રાખીને ઉપરોક્ત કુલકની રચના થઈછે. નમૂનારૂપ પંક્તિઓ નીચે પ્રમાણે છે.
૧૪. આદિ -
જીવ તણી ગતિ જોઈએ, હિયલઈ કાંઈઅ ન થાઈ રે કરમબંધને જીવ અવતરઈ કર્મનિ બંધઉ જાઈ રે અજીઅ ન ચેતઈ કાંઈ જીવડાં, આંચલી અંત -
જોતાં સર્વ અનંત દીસઈ, દીસઈ જિનધર્મ સાર રે કરમસી ભણઈઅ રે જીવડા, દુધર છાંડેવઉ ભવભાર રે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org