________________
સોળમી સદીના પ્રથમ તબક્કામાં થયેલા પાર્શ્વચંદ્રસૂરિએ બ્રહ્મચર્ય દશ સમાધિ સ્થાન કુલકની ૪૨ ગાથામાં રચના કરી છે. વ્રતશિરોમણી બ્રહ્મચર્ય વ્રત છે અને તેના પાલનમાં સ્થિરતાને દઢતા પ્રાપ્ત થાય તે નિમિત્તે આ કુલકની રચના થઈ છે.
૧૫. આદિ -
શ્રી નેમીશ્વર પાય નમી પામી સુગુરૂ પસાઉ મનઉલ્લાસિઈ સંથુણ્યઉં પરમ બ્રહ્મવ્રતરાઉં
અંત -
જયઉ બ્રહ્મચારી સુકૃતધારી પાસચંદિ નમંસિઆ.
સોળમી સદીના કવિ પૂ. પાર્શ્વચંદ્રસૂરિએ સંવર કુલકની ૨૭ ગાથામાં રચના કરી છે. નવતત્ત્વમાં છઠ્ઠું સંવર તત્ત્વ છે. સંવર એટલે પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ આદિ દ્વારા આશ્રવને રોકવા, નવાં કર્મોને આવતાં રોકે તે સંવર છે.
આશ્રવ નિરોધઃ સંવર – નમૂનારૂપે પંક્તિઓ નીચે પ્રમાણે છે. ૧૬. આદિ -
વંદિય વીર જિણેસર રાયા, ગોયમ ગણહર પણમિય પાયા ધર્મતત્વ નિસુણઉ મનરંગ ઈબોલિસ્સું આણી ઊલટ અંગિઈ. અંત -
ઈમ શ્રી ઠાણાંગઈ ભગવઈ અંગઈ સંવર પંચય જિનિ કહિય. આશ્રવ સવિ છંડી કુમત વિખંડી પાલઈ જે જિનમત લહિય. તે દુર્ગતિ વામઈ શિવપુરિ પામંઈ કર્મ ક્ષય આઠઈ કરિય. ઈમ જાણઈ ભવિયા નિર્મલ રલિયા સંવરિ ધર્મ કરઉ સહિય.
સત્તરમી સદીના પ્રથમ તબક્કામાં થયેલા વડતપ ગચ્છના કવિ નયસુંદરે આત્મ પ્રતિબોધ કુલકની રચના કરી છે. આત્મા સ્વ સ્વરૂપ પામવા માટે પ્રયત્ન
Jain Education International
૯
For Private & Personal Use Only
www.jainelibrary.org