________________
કરે તે માટે ઉપદેશાત્મક વિચારો કુલકમાં વ્યક્ત થયા છે. આરંભની પંક્તિઓ
નીચે મુજબ છે.
૧૭. આદિ -
શ્રી જિનશાસન પામીય, ગુરૂચરણે શિર નામીય દામીય સેના અંતર રિપુતણીએ;
સંભલજ્યો સહુ ધ્યામીય, મુગતિ તણા જે કામીય ખાંમીય જીવ સહું ક્યું હિત ભણી એ.
અંત -
સાચુ એ અધિકાર સુણીનઈ જીવ હી સાસું જાગુ, જુહાર મિત્ર સ્યું પ્રેમ ધરીનિ તેહનઈ વચને લાગુ. વડતપગછ ગિરૂઆ ગુણરાગી શ્રીદેવ સુંદરસૂરિ, શ્રી વિજયસુંદરસૂરિ પટ્ટોધર વંદૂ આણંદપૂરિ. સાધુ સિરોમણિ ભાનુમેરૂ ગુણી, પંડિત સકલ પ્રધાન. વડતપગછમંડણ વિરાગી, હુઆ સુગુણ નિધાન. તાસુ સીસ નય સુંદર વાચક સીખ દીઈ અતિ સારી. આપણા જીવ પ્રતિ હિતકારી પાપ સંતાપ નિવારી, એ આતમા પ્રતિબોધ અનોપમ જે ભણસઈ નરનારી, સંભલિસ જે વલી સુખકારી તે સહી તુછ સંસારી. જુહાર મિત્રસ્યું રેંગિ મિસિ તે તરસઈ સંસાર, ધર્મ પ્રભાવિ સદાફલ સુંદર નિતનિત જયજયકાર.
૧૭મી સદીના અજ્ઞાત કવિ કૃત સાધુ કુલકની રચના પ્રાપ્ત થાય છે. કવિએ ૧૯ ગાથામાં સાધુ-અસાધુનાં લક્ષણો દર્શાવ્યાં છે. આરંભની પંક્તિઓ વિષયનો સ્પષ્ટ સંકેત કરે છે.
Jain Education International
૧૦
For Private & Personal Use Only
www.jainelibrary.org