________________
આદિનાથ ચરિત અને મનોરમા કથા. (ઈ.સ. ૧૦૮૪), દેવચંદ્રસૂરિનું “મૂલ શુદ્ધિ પ્રકરણ' (ઈ.સ. ૧૦૮૯), શાંતિનાથ ચરિત (ઈ.સ. ૧૧૦૪), આમ્રદેવસૂરિ આખ્યાનકથા મણિકોશ વૃત્તિ. (ઈ.સ. ૧૧૩૪) સોમપ્રભસૂરિ - કુમારપાળ પ્રતિબોધ (ઈ.સ. ૧૧૮૪) વગેરે કૃતિઓમાં કોઈકોઈ જગ્યાએ પ્રાકૃત સાથે અપભ્રંશનો પ્રયોગ થયો છે. સૌ પ્રથમ “સંધિ' શબ્દપ્રયોગ દેવચંદ્રસૂરિની “મૂલશુદ્ધિકરણ' કૃતિમાં થયો છે. ઉપરોક્ત માહિતીને આધારે એમ અનુમાન કરવામાં આવે છે કે ઈસુની ૧૨મી સદીમાં પ્રાચીન ગુર્જર ભાષામાં “સંધિ' કાવ્યની રચના થઈ છે. તુલસા આખ્યાન-તુલસાચરિત્રના પ્રારંભમાં સંધિનો પ્રયોગ થયો છે. આ રચના ૧૭ કડવકની છે. કવિએ આ રચનાને સંધિ કાવ્ય તરીકેની પણ ઓળખાણ આપી છે. આમૃદેવસૂરિ રચિત આખ્યાન મણિકોશ વૃત્તિમાં પ્રાકૃત આખ્યાન કૃતિઓનો સંચય થયો છે. તેમાં “સંધિ' શબ્દ પ્રયોગ જોવા મળે છે. ચારૂદત્તાખ્યાન એ સંધિ કાવ્ય સાથે નિકટનો સંબંધ ધરાવે છે એટલે સંધિકાવ્ય હોવાનો પૂર્ણ સંભવ છે. આ કૃતિઓના સંદર્ભમાં એવું અનુમાન કરવામાં આવે છે કે ૧૧મી સદીના અંત ભાગમાં સંધિ કાવ્યોનો પ્રારંભ થયો છે.
અપભ્રંશ અને સંધિ કાવ્યોની ભાષા શિષ્ટ, માન્ય છે. રત્નશેખરસૂરિએ ઈ.સ. ૧૧૮૨માં ઉપદેશમાળાવૃત્તિની રચના કરી છે તેમાં સંધિ કાવ્યનો ઉલ્લેખ મળે છે. દીર્ઘકાવ્ય અંતર્ગત સંધિ કાવ્યની સાથે સ્વતંત્ર સંધિકાવ્યો પ્રાપ્ત થાય છે. સંધિ કાવ્યો ઉપદેશપ્રધાન હોવા છતાં આકર્ષક ઘટનાઓ, સરળ ભાષા, છંદપ્રયોગો અને રસાનુભૂતિની ઉત્તમ શક્તિ રહેલી છે. ૧૧મી સદીથી ૧૫મી સદીના સમયમાં સંધિ કાવ્યો રચાયા છે. સંધિકાવ્ય વિશેની ઉપરોક્ત માહિતી જૈન સાહિત્યના કાવ્યવિશ્વમાં અભિનવ પ્રકાશપુંજ પાથરે છે.
જૈન સાહિત્યના સંશોધક અને પ્રતિભાશાળી લેખક અગરચંદજી નાહટા જણાવે છે કે સંધિ” શબ્દ પ્રયોગ અપભ્રંશ મહાકાવ્યોમાં પ્રાપ્ત થાય છે. શ્રી વિજયપ્રભસૂરિની ૧૫ રચનાઓ આ પ્રકારની પ્રાપ્ત થાય છે. સંધિ કાવ્ય પરંપરા ૧૯મી સદી સુધી ચાલુ રહી છે. રાજસ્થાનમાં સંધિ કાવ્યો વિશેષ પ્રાપ્ત થાય
( ૫૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org