________________
સમિતિ પગના ઝાંઝર સમાન છે. દેવગુરુનાં ગીત એ ફૂલડાં ગળાના આભૂષણ રૂપ છે. સાધુ-વૈયાવચ્ચ એ બાજુબંધ સમાન છે. શીલરૂપી શણગાર રંગીન ચુંદડી સમાન છે. જીવોની જયણારૂપી નૂપુર આભૂષણ સમાન છે. બહેની સમકિત ચીર (વસ્ત્ર) પહેરીને નીકળે છે આવા અંતરંગ શૃંગારથી નર-નારીઓ મોહ પામે છે. (આકર્ષણ) કવિની અનોખી કલ્પના શક્તિના પરિપાકરૂપે આ અંતરંગ શૃંગાર ગીત ધર્મની મૂળભૂત પરિભાષામાં રચાયું છે. સ્ત્રીનો બાહ્યદેહ વિવિધ અલંકારોથી શોભે છે પણ સાચી શોભા કે સૌંદર્ય ધર્મના અંતરંગ વિચારોથી લહેરાતું જીવન હોય ત્યાં રહેલી છે. આવો એક અંતરંગ વિચાર આ રૂપકાત્મક ગીતમાંથી નિષ્પન્ન થાય છે. આ ભક્તિ પ્રધાન વિચારોવાળી રચના કવિની અપૂર્વ પ્રભુભક્તિ અને ધર્મ શ્રદ્ધાનું પ્રતીક છે તો વળી કવિપ્રતિભાનું પણ નમૂનેદાર દષ્ટાંત છે.
૮. અંતરંગ ગીતમ કહઉ કિમ તિણ ધરિ હુયઈ ભલીવાર કો કહની માનઈ નહીં કાર..|૧|| પાંચ જજ કુટુંબ મિલઉ પરિવાર જુજુઈ મતિ જુજુય અધિકાર. જીરા આપ સંપા હુયઈ એક લગાર તઉ જીવ પામઈ સુખ અપાર. Hall સમય સુંદર કહઈ સ નર નારિ અંતરંગ છઈ એહ વિચાર. જો
(પા. ૪૭૩) “અંતરંગ વિચાર’ નો અર્થ કાવ્યના અંતર આત્મા સમાન મૂળભૂત વિચારનો કર્યો છે તે મહત્ત્વનો છે. આ કાવ્યમાં કવિએ કુટુંબમાં “સંપ' નો વિચાર વ્યક્ત કર્યો છે. વ્યવહારજીવનમાં “સંપ ત્યાં જંપ” એવી ઉક્તિ પ્રચલિત
૧૨૬)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org