________________
દર્શાવે છે.
અગરચંદજી નાહટાએ ખ્યાલ સંજ્ઞાવાળી રાજસ્થાની કૃતિઓની સૂચિ આપી છે તે નીચે પ્રમાણે છે:
(૧) કેસર ગુલાબ કા ખ્યાલ, (૨) ખ્યાલ મારવાડી ગીત, (૩) રાસ લીલા ખ્યાલ, (૪) રામદેવકા ખ્યાલ, (૫) કેસરસિંહ બંસીધર, (૬) કુન્દનમલ, (૭) ખ્યાલ દસમસિયા.
ઉપરોક્ત કૃતિઓ લોકનાટક સમાન મનોરંજન માટેની છે એમ સ્પષ્ટ સમજાય છે. તેમાં આવતાં ગીતો-ગાયનના સંદર્ભમાં પણ ‘ખ્યાલ” સંજ્ઞાનો અર્થ પ્રગટે છે.
સ્થાનકવાસી સંપ્રદાયના કવિ ઉમેદચંદજી સ્વામીએ ખ્યાલ' સંજ્ઞાવાળી કૃતિઓની રચના કરી છે. જૈન ગૂર્જર કવિઓ ભાગ - ૬ માં આ અંગેનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. કવિએ નેમરાજુલના “પખ્યાલ” ની રચના કરી છે. તેની નમૂનારૂપે પંક્તિઓ નીચે પ્રમાણે છે.
આદિનવલ સનેહી નેમજી રે, જાદવ કુળના શણગાર જાદવ. રથ તોરણીયે આવીયો, રથ પશુડે માંડ્યો પોકાર, પશુડે.
અંત -
અંકુશ બચન સુણી કરી રે, દેવ રચિત થીર હાયફરીને જોગલીયો રે, તેમ મુને તમે તારજો રે ઉમેદચંદ ધરીધ્યાર ફરીને.
અન્ય રચનાઓમાં ઉપદેશી ખ્યાલ, આધ્યાત્મિક ખ્યાલ, પાર્શ્વજીનનો ખ્યાલ, વીરજીનો ખ્યાલ ઉમેદચંદજી કૃત કાવ્ય સંગ્રહ ભા. ૧ થી ૪ માં પ્રગટ થયેલ છે. ઉમેદચંદજીના કાવ્યસંગ્રહ અંગે રાજકોટ, અમરેલી, બરવાળા, બોટાદ, ખંભાત, વડોદરાના સ્થાનિક ભંડારમાં તપાસ કરી પણ પ્રાપ્ત થયા
નથી.
૨૨૫)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org