________________
આ ઉદાહરણને આધારે એટલું સ્પષ્ટ થાય છે કે રાજસ્થાનમાં રાસ, ચર્ચરી, ફાગુ રમવા ખેલવાની પ્રણાલિકા ચાલુ હતી તે ઉપરથી રાસડા, ખેલ અને ખ્યાલની રચના થઈ હતી.
સમ્રાટ પૃથ્વીરાજની સભામાં શાસ્ત્રાર્થમાં વિજય પ્રાપ્ત કરીને જિનપતિસૂરિ પધાર્યા ત્યારે પૌષધશાળામાં રાસ-ચર્ચરી અને ધવલ ગીતો ગવાતાં હતાં. “ખ્યાલ સંજ્ઞાની ઉત્પત્તિ ૧૮મી સદીમાં થઈ હતી.
૧૫મી સદીમાં લઘુરાસ રચનાઓ થઈ હતી. તેનો ઉદ્દેશ રાસ ખેલવાનો અને આનંદ માણવાનો હતો. આ સદીના ઉત્તરાર્ધમાં ચરિત્રાત્મક-ધાર્મિક રાસ રચનાઓ પ્રાપ્ત થાય છે.
૧૮મી સદીની ખ્યાલ” સંજ્ઞાવાળી કોઈ કૃતિ પ્રાપ્ત થતી નથી. ૧૬મી સદીમાં રાજસ્થાનમાં તેનો પ્રયોગ થયો છે.
લોકનાટક ખ્યાલ સંજ્ઞા સાથે સામ્ય ધરાવે છે. રાજસ્થાની લોક સાહિત્યમાં લોકનાટક મૂળભૂત રીતે સ્થાન ધરાવે છે તેના ઉપરથી ખ્યાલ કૃતિઓ રચાઈ છે. શ્રી નાહટાજીએ “ખાલ' સંજ્ઞાવાળી ૧૮૯ કૃતિઓની સૂચિ પ્રાચીન કાવ્યોની રૂપ પરંપરાના પૃ. ૧૪૧ ઉપર આપી છે.
ખ્યાલના ઉદ્ભવતી પૂર્વભૂમિકામાં જૈન સાહિત્યનો સંદર્ભ તથા નાટકની ઉત્પત્તિ અંગભૂત મનાય છે. ગુજરાતી સાહિત્યમાં લોકનાટ્ય-ભવાઈ એ નાટકની પૂર્વ ભૂમિકારૂપે છે. ઉત્તર ભારતમાં રામલીલા-મહારાષ્ટ્રમાં તમાસાની પ્રવૃત્તિ જનમનોરંજન માટે સુખ્યાત છે. તેવી જ રીતે “ખ્યાલ સંજ્ઞાવાળી કૃતિઓ રાજસ્થાની સાહિત્યમાં સ્થાન ધરાવે છે. જૈન સાહિત્યમાં કવિ ઉમેદચંદજી કૃત “ખાલ' કૃતિનો પરિચય અત્રે આપવામાં આવ્યો છે.
કવિ સમયસુંદરની રચનાઓનો સંગ્રહ “કુસુમાંજલિ' નામથી પ્રગટ થયો છે. તેમાં ખ્યાલ' શબ્દ પ્રયોગ ગાવાની શૈલીના સંદર્ભમાં રાહ-ચાલના અર્થમાં પ્રયોજાયો છે. આ સંદર્ભમાં ખ્યાલ' નો અર્થ ગાવાની પદ્ધતિ કે રીતનો સંબંધ
(૨૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org