________________
જિન સાસુએ નિજ હાથે કર્યો પરિમળ સુગંધિત વિસ્તરો, મેવાની બદામ માંહે ભેળી પિસ્તાં નપજાં ચારોળી મળી. જાયફળ જાવંત્રી ને ભરી તિ લવિંગ એલચીશું ભરી દ્રાક્ષા સાકરના રવા ભેળ્યાં દ્રવ્યતે નવનવા સારા. (૨) નાળીયેળ અખોડ ઠળવળે ઘનસાર સુગંધી માંહે મળે, મૃગમદ પરિમલ બહુ મહમહે તિણે સુરપતિનું મનગહગહે. (૩) મણિ કંચન થાળ વિશાળમાં પિરસ્યો કંસાર રસાળમાં, ઉપર ગોધૃત ધારા ધણી કહે આરોગો ત્રિભુવન ધણી. (૪) જમો જમો જમાઈ કંસાર એ જમી સફળ કરો સંસાર એ વર વહુ બેઠા જમવા જદા ઈંદ્રાણી વાયુ નાંખે તદા. એક એકના મુખમાં કેવળ હવે સુરનર મિળિયા નિરખેસવે સોહાસણ સરળ સાદથી ગાય સોહેલા કોકિલનાદથી. સુરગંધર્વ ગાન કરે ઘણું ગેહે વરિયું વેવાઈનું આંગણું, ચલુ લઈ તંબોળ લિયે દંપતી પ્રભુ પરણીયાર રાણી પ્રભાવતી. (૭)
અશ્વસેન રાજા, જાનૈયાનું સ્વાગત કરીને ભોજન કરાવતા પ્રસેનજિત રાજા - તે પ્રસંગનું વર્ણન કરતાં કવિ જણાવે છે કે : (પા. ૨૮, ગા. પ થી ૮, ગા. ૧૧ થી ૧૭).
હવે અશ્વસેન વેવાઈ રે વળિ સાથે આવ્યા જમાઈ રે, મંત્રી શેઠ સામંત છે સંગી રે સહુ પરજન આવ્યાં ઉમંગી રે. (૫) વામા રાણી આજે સહુ નારિ રે આવ્યા ચીવર ભૂષણ ઘારિ રે, ગો રવ લેવાને તે આવ્યા રે સહુને આદર દઈ બોલાવ્યાં રે. સૌગંધિક તેલ ચોળાવે રે વળી ઉશ્નોદને નવરાવે રે, આસન બેસણ મંડાવ્યા રે આડણિ તકીયા ભલા ભાવ્યા રે. (૭)
૧૩૯)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org