________________
૪. જો પઢઈ પઢાવાઈ સુહ-મણિ માવઈ વસુહ રુદ્ધિ વુદ્ધિ સો લહઈ
‘ઉવહાણ સંધિ માં કવિએ શ્રાવક શ્રાવિકા માટે શાસ્ત્રવિધિ અનુસાર ઉપધાન તપની આરાધના અને માળારોપણ કરે તેવા શ્રાવકોને ધન્યવાદ આપવામાં આવે છે તેમ જણાવ્યું છે. સંધિની મહત્ત્વની પંક્તિઓ નોંધવામાં આવી છે.
ઉવહાણ - ઉપધાન - ઉપ સમીપે ધીયતે ક્રિયતે સૂત્રાદિકં યેન તપસા તદુપધાનમ્
જે તપ વડે સૂત્રાદિક (આત્મ) સમીપમાં કરાય તે ઉપધાન કહેવાય છે. ઉપધાન એ જ્ઞાનાચારનો ચોથો આચાર (વિભાગ) છે. ૫. ફલવદિય મંડણ દુહ સમય ખંડગુ પાસ નિણંદ નમેવિ કરિ,
જિણ ધજ્જા પહાણહે તવ ઉવહાણહ સંધિ સુણહુ જણ કન્નુઘરિ.
અઢારમી સદીના કવિ જિનહર્ષની કૃતિ મૃગાપુત્ર ચોપાઈ સં. ૧૭૧૫માં ૧૦ઢાળમાં રચી છે. કવિએ ચોપાઈ અથવા “સંધિ શબ્દપ્રયોગ કર્યો છે.
ખરતરગચ્છના મુનિ સોમધ્વજના શિષ્ય ખેમરાજે ઈખકારી રાજાની ચોપાઈ અથવા ચરિત્ર પ્રબંધ અથવા સંધિ એમ ત્રણ સંજ્ઞાઓ દર્શાવી છે. આ કવિનો સમય સોળમી સદીના ઉત્તરાર્ધનો છે.
કૃતિ માટે કાવ્ય સંજ્ઞાઓનું કોઈ ચોક્કસ પ્રયોજન સમજાતું નથી. ચોપાઈ એટલે ચોપાઈ છંદ, ચરિત્ર પ્રબંધ એટલે જીવનના વિવિધ પ્રસંગોનું ક્રમિક નિરૂપણ અને સંધિનો અર્થ જોડાણ એમ સમજવો જોઈએ.
કવિ વિનયસમુદ્રની સોળમી સદીની રચના નમિરાજઋષિ સંધિ ૬૯ ગાથા પ્રમાણ સં. ૧૫૮૩ની પ્રાપ્ત થાય છે. કાવ્યને અંતે કવિએ સંધિકાવ્ય શબ્દપ્રયોગ કર્યો છે. નમૂનારૂપે પંક્તિઓ નીચે પ્રમાણે છે:
( ૫૮ )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org