________________
મજૂદય મત-દય શુભ-ગેય શોભે, ભવ્ય વિદંભ-કવિ-બન્ધ-પદાડવજાપા પતંજ-રૂપ-વિજય વર-કાય-માર, ત સલ્વે સંજાયા, લખા ઝઠાર સહસ ચૌબીસી ઇગ સય વીસ મિચ્છા, દુક્કડ્યા ઇરિયપડિક્કમણે /રા ઇય પરમળ્યો એસો, પવિયં ણ ભવિય બોહત્યં પણમામિ સમયસુંદર, પણયંત પાસ જિણચંદાઝા (પા. ૧૯૪)
શ્રી પાર્શ્વનાથ ભગવાનની એકેક વિશેષણોથી સુંદર સ્તુતિ કરી છે. ઉત્તમ મતવાળા એટલે કે વિચારવાળા, નિર્દોષ માનને ધારણ કરનારા, ક્રોધને દૂર રાખનારા, કમળ જેવા મલરહિત, વનમાં જેવી રીતે હાથી વૃક્ષોને દૂર કરી નાંખે તેમ કષ્ટો દૂર કરવા માટે હાથી સમાન, પાપથી રહિત, કમળ જેવા મુખવાળા સુંદર, સંસારથી રક્ષા કરનારા, દેવોથી વંદન કરાયેલા, રોગ રહિત એવા જિનરાજ, જરાથી (જરા એટલે વૃદ્ધાવસ્થા) રહિત રમ્ય એટલે કે સુંદર આંખોવાળા, દેવતાઓથી પણ અધિક રૂપવાળા, સુંદર એવા કામદેવમાં નહિ રમનારા, સમતાના ધામ સમાન, એવા અહંન્ત ભગવાન અંધકારને દૂર કરનાર સૌમ્ય કાંતિવાળા, સપુરૂષોની તકલીફો રૂપી વૃક્ષ માટે ઉગ્ર - તીણ - કુહાડી સમાન, ગર્વ-અભિમાન-રાગને દૂર કરનારા, જીવોથી નમસ્કાર કરાયેલા, જય પામવાના સ્વભાવવાળા, જેમનાં આશિષ એટલે દુઃખો નાશ પામી ગયા છે, નમનારાઓને મોક્ષ આપનારા, દંભ રહિત અને દમ (ઈન્દ્રિયોના વિષયો ઉપરનો કાબુ) થી સહિત, સંસારવાસ ધરનારા માટે સંસાચા દેવ સમાન, દાસ ને શિવસુખ આપનારા, સમતાના સ્વામી, સુંદર કલાઓની ખાણ સમાન, લમ્બોદય પ્રાપ્ત થયો છે જેમને, એવા અનત્તમતિવાળા શ્રી પાર્શ્વનાથ ભગવાનને અમે નમસ્કાર કરીએ છીએ.
સુંદર ઉદય કરનાર, શુભ ગેય-ગીતની શોભારૂપ, ભવ્ય અને દંભરહિત કવિઓથી વંદાયેલા છે પગલાં જેમના, એવા સુંદર કાયાથી મદનના રૂપને પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org