________________
૨૧. ધવલ - ધોળ
મધ્યકાલીન સમયમાં પદ રચનાઓ વિવિધ પ્રકારની થઈ છે તેમાં બ્રહ્માનંદ સ્વામીએ ‘ધોળ’ નામથી પદો રચ્યાં છે.
સ્વામીનારાયણ સંપ્રદાયના કવિ બ્રહ્માનંદ આબુ પાસે ખાણ ગામના મૂળ વતની હતા અને ભુજંગી પાઠશાળામાં પિંગલ-અલંકાર શાસ્ત્રનો અભ્યાસ કરીને કાવ્ય રચના કરી હતી. ત્યારપછી સહજાનંદ સ્વામીના શિષ્ય થયા હતા.
જૈન સાહિત્યમાં લઘુ તેમજ દીર્ઘ કાવ્યો ‘ધવલ’ સંજ્ઞાવાળા પ્રાપ્ત થાય છે. કુલ શબ્દ ઉપરથી ધવલ-ધોળ શબ્દ નિષ્પન્ન થયો છે. બ્રહ્માનંદ સ્વામીનાં ‘ધોળ’ પદો ત્યાગ અને વૈરાગ્ય પ્રધાન છે. જૈન સાહિત્યની સજ્ઝાય સાથે સામ્ય ધરાવતાં આ પદો માનવજન્મની સાર્થકતા માટે ત્યાગ પ્રધાન અને પ્રભુ ભક્તિના રંગે રંગાયેલા જીવનનો કેન્દ્રવર્તી વિચાર વ્યક્ત કરે છે.
‘નરદેહ દીધી તુંને નાથે રે, હોય ધન તો વાવર તારે હાથે રે.’ માનવ જન્મ પામીને જાતે જ દાનપુણ્ય કરવું જોઈએ.
કવિએ વિવિધ ઉપમાઓના પ્રયોગ દ્વારા વેધક અસર ઉપજાવવાનો સફળ પ્રયોગ કર્યો છે. દેહની નશ્વરતા, પ્રભુભક્તિનો મહિમા, પરિવારના સભ્યો અંત સમયે કોઈ સહાયભૂત નથી. સમાજમાં સારા દેખાવાથી તારા આત્માનું શ્રેય સધાયું નથી. વૃદ્ધાવસ્થાની પરાધીનદશા વગેરે વિચારો વ્યક્ત કરીને ત્યાગ-વૈરાગ્ય ભાવને પોષક ‘ધોળ' ની રચના કરી છે. જૈનેતર ધર્મના સાહિત્યમાં ત્યાગ-વૈરાગ્યની ભાવના પણ આત્મસાધનામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. એનો અહીં પરિચય થાય છે. ‘ધવલ’ પ્રકારનાં જૈન સાહિત્યમાં ગીતો છે તો તેની સાથે ‘ધોળ’ જેવી રચનાઓ પણ કાવ્ય વિશ્વમાં સ્થાન ધરાવે છે. અત્રે બ્રહ્માનંદ સ્વામીનાં ૪ ધોળ પ્રગટ કરવામાં આવ્યા છે તે ઉપરથી તુલનાત્મક રીતે જૈન સજ્ઝાય સાથે સામ્ય ધરાવતી રચનાઓ વૈરાગ્યવર્ધક હોવાની સાથે કાવ્યની દૃષ્ટિએ પણ નોંધપાત્ર છે.
Jain Education International
૨૨૭
For Private & Personal Use Only
www.jainelibrary.org