________________
ધોળ - ૧ : પ્રભુ ભજ્યા વિના ગાફલ પ્રાણી, આમે ઉમર ખોઈ જી; મેડી મંદિર માલ ખજાના, કામ ન આવે કોઈ જી. માયા માયા કરતો મૂરખ, તૃષ્ણા માંહિ તણાણો જી; લોકતણી લજ્યાનો લેઈને, કોટે બાંધ્યો પાણો જી. જીવતણું કાંઈ જતન ન કીધું, મન માયામાં મોટું છે; રાત દિવસ તત્પર થઈ રળિયો, ઠાલું નીર વલોણું જી. લોક કુટુંબમાં મોટો થવા, કામ બગાડ્યું તારૂં જી; બ્રહ્માનંદ કહેરે પ્રાણી, હજી સમજ તો સારૂં જી. ધોળ - ૨ : આ તન રંગ પતંગ સરીખો, જાતાં વાર ન લાગે જી; અસંખ્ય ગયા ધન સંપતિ મેલી, તારી નજરો આગે જી. અંગે તેલ ફુલેલ લગાવે, માથે છોગાં ઘાલે જી; જોબન ધનનું જોર જણાવે, છાતી કાઢી ચાલે છે. જેમ ઊંદરડે દારૂ પીધો, મસ્તાનો થઈ ડોલે જી; મગરૂરીમાં અંગ મરોડે, જેમ તેમ મુખથી બોલે જી. મનમાં જાણએ મુજ સરિખો, રસિયો નહિ કોઈ રાગીજી; બહારે તાકી રહી બિલાડી, લેતા વાર ન લાગી જી. આજ કાલમાં હું તું કરતા, જમુડા પકડી જાશેજી; બ્રહ્માનંદ કહે ચેત અજ્ઞાની, અંત ફજેતી થાશે જી. ધોળ - ૩ઃ મનુષ્ય દેહ ધરીને મૂરખ, કહે શી કરી કમાણી જી; થાનાણી પર ફરતો ડોલ્યો, બોલ્યો મિથ્યાવાણી જી. પેટ ભર્યાનો ઉદ્યમ કીધો, રાત દિવસ ધન રળિયો જી;
૨૨૮)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org