________________
નરતનનું મહાતમ નવ જાણું, પશુ જાતિમાં ભળિયો જી. માતપિતા સુત બંધવ મેરી, અંત નહિ કોઈ તારાં જી; આવરદા હરવાને કાજે, સર્વ મળ્યાં ધૂતારાં જી. સગાં કુટુંબી સર્વ મળીને, લૂશી ચૂશી લીધો છે; છેલ્લી વારે સ્વારથ સાધી, જમને આગે દીધો છે. કાગળ ઘડી ઘડીના કાઢી, લેખાં જમડા લેશે જી. બ્રહ્માનંદ કહે સૌ વાંસેથી, કાંઈ ન માણ્યો કહેશે જી. ધોળ - ૪: જે તન દેખી છાક્યો ડોલે, તે તું દેખ વિચારી જી; નખશિખ સુધી નિંદ્યા જેવું, શી માંહિ વસ્તુ સારી જી. માંસ રૂધિર તે માંહિ ભરીને, ઉપર મઢિયું આળું જી; મોહતણે વશ થઈને મૂરખ, દેખે છે રૂપાળું જી. હાડતણા પગ હાથ બનાવ્યા, કટકા કટકા સાંધી જી; તેમાંઈ દઢ મમતા તુજને, એ શી આવી આંધી જી. ઉદરમાંઈ આંતરડાં ભરિયાં, આવે ગંધ નઠારી જી; રગ ૨ગમાં રોગે વીટાણું, મળ મૂતરની ક્યારી જી. ટળતાં એને વાર ન લાગે, આદ્ય અંતનું ખોટું છે; બ્રહ્માનંદ કહે એ સારું તેં, કામ બગાડ્યું મોટું જ. જુવાનપણું જુવતીમાં ખોયું, ધનને અરથે ધાયો છે; મનમાં સમજે મુજ સરીખો, નથી જગતમાં ડાહ્યો છે. વૃદ્ધપણામાં ચિંતા વાધી, હાથ પાય નવ ચાલે જી; ઘરનાં માણસ કહ્યું ન માને, તે દુઃખ અંતર સાલે જી. ભાળે નહિ રોગે ભેળાણો, પડિયો લાંબો થઈને જી; જમના કિંકર ગરદન ઝાલી, ચાલ્યા જોરે લઈને જી. ઠાલો આવ્યો ભૂલો વૂલ્યો, કાંય ન લે ગયો સાથે જી; બ્રહ્માનંદ કહે જમપુરિ કેરૂં, મહા દુઃખ લીધું માથે જી.
(૨ ૨૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org