________________
અનુભવની પણ કથાઓ છે. એટલે જૈન કથાઓ વિષયની દષ્ટિએ વૈવિધ્યપૂર્ણ અને પ્રભાવોત્પાદક છે.
કથા સાહિત્યનું પ્રયોજન કથારસની અનુભૂતિ, અપૂર્વઆનંદની પ્રાપ્તિ એ તો વ્યવહારથી ગણીએ તે સામાન્ય છે. ખરેખર પૂર્વના મહાત્માઓએ કથાઓ રચીને લોકોને ધર્મોપદેશ દ્વારા જીવનમાં શાંતિ પ્રાપ્ત થાય અને આરાધનામાં જોડાય તેમાં વૃદ્ધિ થાય અને અંતે કથાઓના પ્રભાવથી આત્મા પ્રતિબોધ પામીને સંયમ (સર્વવિરતિ), દેશ વિરતિ (શ્રાવકનાં ૧૨ વ્રત) ધર્મ સ્વીકારીને ધર્મ પુરૂષાર્થની સાધનાથી અંતે જન્મ, જરા અને મરણના ત્રિવિધ તાપથી સર્વથા મુક્ત થાય. સર્વ કર્મોનો ક્ષય કરીને મુક્તિ પામે એવો ઉચ્ચ આદર્શ સિદ્ધ થાય તે પ્રયોજન દર્શાવ્યું છે. સંસારના પૌલિક સુખની પ્રાપ્તિ ક્ષણિક છે. આત્માના શાશ્વત સુખની પ્રાપ્તિ અવ્યાબાધ સુખ આપે છે. આત્મા સ્વ-સ્વરૂપમાં લીન બને એ જ પ્રયોજન જ ઈષ્ટ છે, અન્ય પ્રયોજનો ક્ષુલ્લક છે. સંદર્ભ સૂચી:
કુવલયમાળા - દૃષ્ટિપાત વિભાગ
આગમ પરિચય વાચના - પ્રસ્તાવના • વસુદેવ હિંડી એક અધ્યયન - જૈન કથા સાહિત્યકા ઉદ્દભવ, વિકાસ ઔર વસુદેવ હિંડી.
દેવવંદન માળા - જૈન પ્રકાશન મંદિર, અમદાવાદ પર્વદેશના સંગ્રહ -પૂ. સાગરાનંદસૂરિજી. પ્રબુદ્ધજીવન સં. ૨૦૬૫ અંક (મહા માસ)
(૨૪૯)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org