________________
- ૧૮, ઓ ક્તક - ઔક્તિક એટલે ઉક્તિ અથવા ભાષા વિશેની રચના. ગુજરાતી માધ્યમ દ્વારા સંસ્કૃત ભાષાના વ્યાકરણ શીખવા માટેની રચનાઓ ઔક્તિક કહેવાય છે. તેમાં શબ્દ ભંડોળ, શબ્દોના અર્થ વિસ્તાર અંગેની મહત્ત્વની વિગતો પ્રાપ્ત થાય છે.
શ્રીમાળ વંશીય ઠક્કર કુરસિંહના પુત્ર સંગ્રામસિંહ કૃત ‘બાલશિક્ષા (ઈ.સ. ૧૨૮૦) પ્રાચીન ઔકિતકના નમૂનારૂપે ઉપલબ્ધ થાય છે. આ સમયની ગુજરાતી ભાષા દ્વારા સંસ્કૃત વ્યાકરણ શીખવા માટે તેની રચના થઈ હતી. બાલશિક્ષા આઠ વિભાગમાં રચાઈ છે. સંજ્ઞા પ્રક્રમ, સંધિપ્રક્રમ, સ્વાદિપ્રક્રમ, કારકપ્રક્રમ, સમાસ પ્રક્રમ, અન્યોક્તિવિજ્ઞાનપ્રક્રમ, સંસ્કારપ્રક્રમ અને ન્યાદિપ્રક્રમ.
૧૪મી સદીમાં સોમપ્રભસૂરિ કૃત ઔક્તિક, એક અજ્ઞાત લેખકની ષકારક રચના પ્રાપ્ત થાય છે. પૂ. દેવચન્દ્રસૂરિના શિષ્યગુણરત્નસૂરિએ ક્રિયારત્નસમુચ્ચય ધાતુકોશ' રચ્યો છે. તેમાં ક્રિયાના પ્રયોગનાં તત્કાલીન સમયનાં દૃષ્ટાંતો છે. અજ્ઞાત બ્રાહ્મણકૃત ઉક્તિપ્રક્રમ” ઈ.સ. ૧૪૨૮ ઑક્તિક પ્રાપ્ત થાય છે. ઔક્તિકોની રચનાઓ પણ મોટી સંખ્યામાં થઈ છે. તેનાથી સંસ્કૃત ભાષાના ગ્રંથોના અધ્યયનમાં પ્રવેશ કરવાની ભૂમિકા પ્રાપ્ત થાય છે. ધાર્મિક અને દાર્શનિક અભ્યાસ કરવા માટે આવી રચનાઓ ઉપકારક નીવડી છે.
ઔક્તિકનું ઉદાહરણ - આ. ગુણરત્નસૂરિએ ઈ.સ. ૧૪૧૦માં ક્રિયારત્નસમુચ્ચય ગ્રંથની રચના સંસ્કૃત ભાષામાં કરી છે. સંસ્કૃત ભાષાના વ્યાકરણનો અભ્યાસ કરવા માટે આ પ્રકારની કૃતિઓની રચના થઈ છે. કલિકાલ સર્વજ્ઞ આ. હેમચંદ્રસૂરિએ સિદ્ધહેમ શબ્દાનુશાસન વ્યાકરણ ગ્રંથની રચના કરી હતી. ત્યારપછી કેટલાક મુનિ ભગવંતોએ ઉપરોક્ત ગ્રંથને આધારે
૨૧૫)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org