________________
વ્યાકરણ ગ્રંથો રચ્યા હતા. પ.પૂ. મહામહોપાધ્યાય મેઘવિજયજીએ “ચંદ્રપ્રભા વ્યાકરણ' અને પ.પૂ. વિનયવિજયજીએ હેમલઘુપ્રક્રિયાની રચના કરી હતી. પ.પૂ. આચાર્ય હેમચંદ્રસૂરિએ વ્યાકરણ ગ્રંથને સરળ અને સુગ્રાહ્ય બનાવવા માટે મધ્યમવૃત્તિ, બૃહદવૃત્તિ, લઘુન્યાસ અને બૃહદ ન્યાસની પણ રચના કરી હતી. બાળજીવોના બોધ માટે સંસ્કૃત મંદિરાન્ત પ્રવેશિકાની રચના ભંડારકરની પ્રાપ્ત થાય છે. શીવલાલ પંડિતની સંસ્કૃત પ્રવેશિકાની રચના પણ વ્યાકરણના અભ્યાસ માટે બહુ ઉપયોગી છે. આ ભૂમિકાના અનુસંધાનમાં પૂ. આ. ગુણરત્નસૂરિએ ઈ.સ. ૧૪૧૦માં ધાતુકોશની રચના સંસ્કૃતમાં કરી છે તે ઔક્તિકના નમૂનારૂપે છે.
ક્રિયારત્નસમુચ્ચય ધાતુ પાઠના પઠન-પાઠન માટે બહુ ઉપયોગી રચના પ્રાપ્ત થાય છે. પ. પૂ. આ. લાવણ્યસૂરિએ ધાતુરત્નાકર નામના ગ્રંથના ૭ ભાગમાં રચના કરી છે. આ રીતે વ્યાકરણના અભ્યાસ માટેના ગ્રંથો રચાયા છે.
આ. ગુણરત્નસૂરિએ કર્તરિ, કર્મણિ, ભાવે, કૃદંત વગેરે પ્રશ્નો દ્વારા વિવિધ પ્રકારના ધાતુ રૂપો બનાવીને રચના કરી છે અને તેના દ્વારા વ્યાકરણ વિશેનું જ્ઞાન સરળ અને સુગ્રાહ્ય બને છે. અત્રે નમૂનારૂપે માહિતી ગ્રંથને આધારે પ્રગટ કરવામાં આવી છે.
સમ્મતિ જીવઘાત ન કરોતિ પરમણિ ન જલ્પતિ પરદારાનુ પરિહરતિ સુરાપાન વર્જયતિ. ઇતિ પ્રવૃત્તપરતો વર્તમાન ઈહ કુમારાઃ ક્રોડક્તિા ઈહ શ્રાદ્ધા પર્વણિ પૌષધ ગૃહ્યતા ઈહ ચ્છાત્રા અધીયતે | અરણ્ય કિરાતા વસ્ત્રાપ્યા દદતે ઈતિ વૃત્તાવિરતઃ રા આચાર્ક નદી વહતિ તિષ્ઠત્તિ પર્વતાઃ | તરણિસ્તમાંસિ તિરસ્કુરુતે.
(૨૧૬)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org