________________
પાએ લાગે પદમણી, મોતીયડે ભરિ થાલ. મોતી શું કરે નિમંછણા, લોક સહુ સુવિસાલ મોતી ગરબેઉ મહીયલઈ હું મોટો સંસાર મો સમવડિ કોઈ નહીં હું સગલઈ સિરદાર અંત - સંપ હુઓ મોતી કપાસિયે મિલીયા માહોંમાંહિ વાદ એ ભગવંતે ભાજીઓ, ચતુર નરા ચિત ચાહિ કપાસીયાને મોતી મળપતો લાગોઆય તું ગિરુઓ ભાઈ ભારી ખમો, ખમજે મુજ અન્યાય તુમ કરીનિ સોભા છે માહરી, મુજ કરી તાહરી સોભ બાંધી મૂઠી લાખ સવા લહે ધર્મ તણો છે લોભ ધર્મ ભાઈ હિ હૈ તું છે માહરો આપો અવિહડ પ્રીતિ કપાસીઓ મોતી ઈણિ પરિ મલ્યા સયણ તણે સંબંધ સંવત સોલ નવ્યાસીઈ કીધો એહ પ્રબંધ શ્રીફલ વર્ધીપુર નગર સોહામણો જિહાં શ્રાવક સુવિલાસ ન્યાયવંત ચિંહુ ખખિ નિરમલાં જીવદયા પ્રતિપાલ શ્રી ખેમસાખા વાચકદીપતા રતન હરખ મુનિરાય નામલીયાં સુખ સંપજે તિણિ સહગુરૂ સુપસાય એ સંબંધ સરસ સોહામણો કિધૂ મુનિશ્રીસાર સુણતાં ખ્યાલ સનેઉપજે ચતુર નરાં ચમત્કાર. કેશી પ્રદેશી સંબંધ
સત્તરમી સદીના ખરતરગચ્છના મુનિ જયરંગના શિષ્ય તિલકચંદે ઉપરોક્ત સંબંધની રચના કરી છે. રાયપરોણી સૂત્રમાં કેશીuદેશીનો અધિકાર આપે છે. શ્રી પાર્શ્વનાથ ભગવાનના ગણધર કેશી મુનિ શ્વેતાંબી નગરીમાં પધાર્યા હતા ત્યારે પ્રદેશી રાજાએ તેમને ૧૦ પ્રશ્નો પૂળ્યા હતા અને પૂ.શ્રીએ તેના ઉત્તર આપ્યા હતા. આ વિષયને કેન્દ્રમાં રાખીને સંબંધની રચના થઈ છે.
(૧૯)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org