________________
વચનથી બોધ પામ્યો છું. શ્રીકાંતાએ કહ્યું કે મારા પતિ પરદેશ ગયા છે, તેથી હું અન્ય પુરૂષ સાથે જવાનો વિચાર કરતી હતી. એ નર્તકીના વચનથી બોધ પામી હતી. મંત્રીએ કહ્યું કે મને તમારા શત્રુ રાજાએ પ્રતિબોધ કર્યો હતો. એટલે રાજાનો વધ કરવાનો વિચાર કર્યો હતો તેની ચિંતામાંથી મુક્ત થયો છું. કર્ણપાલ મહાવતે કહ્યું કે શત્રુરાજાએ મારી પાસે પદસ્તિ માંગ્યો હતો અને મારી નાંખવાનું કહ્યું હતું.
આ વિચારથી મૂઢ બની ગયો હતો તેવો હું પ્રતિબોધ પામ્યો છું. આ બધી માહિતી સાંભળીને રાજાએ કહ્યું કે તમે તમારી ઈચ્છા પ્રમાણે કરો. ત્યારપછી શ્રીકાંતા, મંત્રી, મહાવત, ક્ષુલ્લકમુનિ પાસે દીક્ષા અંગીકાર કરી. પછી ક્ષુલ્લકમુનિ ગુરુ પાસે ગયા અને ગુરુએ કહ્યું કે તેં તારા કુળને અનુરૂપ યોગ્ય કર્તવ્ય કર્યું છે. આ કથાને આધારે ક્ષુલ્લકમુનિ સંબંધ કાવ્યની રચના થઈ છે.
મોતી કપાસિયા સંબંધ
=
ખરતરગચ્છના રત્નહર્ષના શિષ્ય મુનિ શ્રીસાર પાઠ કે મોતી કપાસિયા સંબંધ – સંવાદની રચના ૧૦૮ ગાથા પ્રમાણ સં. ૧૬૮૯માં કરી છે. તેમાં મોતી અને કપાસિયા વચ્ચેના સંવાદ અને સંબંધ દર્શાવ્યા છે. મોતી અને કપાસિયાનો વાર્તાલાપ એકબીજાની મહત્તા દર્શાવે છે પણ અંતે મોતી શરણાગતિ સ્વીકારીને કપાસિયા સાથે નમ્રભાવે સંબંધ સ્વીકારે છે. નમૂનારૂપ પંક્તિઓ
જોઈએ તો :
૩.
આદિ -
સુંદર રૂપ સોહામણો, આદિસર અરિહંત, પરતા પૂરણ પ્રણમીયે, ભયભંજણ ભગવંત. જિણવર ચોવીસે નમી, સમરૂં સરસતિ માય એહ પ્રબંધ માંડ્યો સરસ, શ્રી સહગુરૂ સુપસાય, આદિનાથ આણંદ સું હથિણા ઉર મઝારિ. વિરચઈ જિનવર ગોચરી નલહૈ સુરૂ આહાર,
Jain Education International
૧૮
For Private & Personal Use Only
www.jainelibrary.org