________________
સંયમરૂપી સુંદરીનો જાણે કે કાળો-અભૂત કેશ-પાશ ન હોય? એવી કાળા અંગવાળી સાંકળ સુંદર અંગરૂપે શોભે છે.
લોખંડના કપાટ-કબાટને લોઢાની સાંકળ લગાવેલી છે તે જાણે કે હંમેશા મહામોહરૂપ નાગનો નાશ કરવા માટે અહીં સ્થાપેલી ન હોય, તેવી આ સાંકળ શોભે છે. પાપપાશ – પાપના બંધનથી અને મર-જાસૂસ પુરુષોના આતંકથી બચાવવા માટે સાધુ મંદિરે - ઉપાશ્રયમાં - ધર્મરૂપી વાયુ સ્વરૂપ ગાયને બાંધવા માટે અહીં ચોક્કસ આ સાંકળ રહેલી છે.
મહામોહરૂપી પશુઓને બંધનમાં નાંખવા માટે ગોઠવેલી આ સાંકળ, ધર્મ એવા શબ્દના અવાજથી ખૂબ જ ઘોષણાપૂર્વક પશુઓને બંધન અવસ્થા પમાડે છે એટલે કે બાંધી રાખે છે.
બધી જગ્યાએ છેદન-ભેદન આદિ થવાના ભયથી ધર્મસ્થાનમાંઉપાશ્રયમાં રહેલા સાધુઓનું આ સાંકળે શરણું સ્વીકારેલું છે.
આ રીતે લોખંડનો કપાટ અને લોખંડની સાંકળવાળું અષ્ટક પૂરું થયું. ૪. સમુદ્રબદ્ધ ચિત્ર કાવ્ય
ઓગણીસમી સદીના મધ્યકાળમાં થયેલા કવિરાજ દીપવિજયે રાસ, લાવણી, સ્થળ વિષયક ગઝલો, અડસઠ આગમનો નંદીશ્વર મહોત્સવ અને અષ્ટાપદની પૂજા, માણિભદ્ર છંદ વગેરે કાવ્યોની રચના કરીને જૈન સાહિત્યને સમૃદ્ધ કર્યું છે. આ કવિરાજે મહાવીર સ્વામી ભગવાનનું હાલરડું પણ રચ્યું છે. હાલરડાંની રચનાથી લોકપ્રિય બનેલા કવિરાજે પોતાની વિશિષ્ટ કવિત્વ શક્તિના પ્રતીકરૂપે સમુદ્રબદ્ધ ચિત્ર કાવ્યની રચના કરી છે.
વડોદરાના ગાયકવાડ રાજાએ “કવિરાજ અને ઉદયપુરના રાણાએ કવિ બહાદુર'નું બિરૂદ આપીને સન્માન કર્યું હતું.
જોધપુરના રાઠોડ વંશના રાજા માનસિંહની પ્રશસ્તિરૂપે ચિત્રકાવ્યની રચના કરી છે. આ કાવ્યની કવિરાજના સ્વહસ્તે લખાયેલી હસ્તપ્રત શ્રી આત્માનંદ જૈન ભંડાર, વડોદરામાં સુરક્ષિત છે.
(101)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org