________________
શોભતું, શોભાવર્ધક અને વિજય અપાવનાર
આમ આ શ્રી ભગવતી મહાશાસ્ત્ર શોભાયમાન પણ છે. શોભાવર્ધક પણ છે અને શત્રુ ઉપર વિજય પ્રાપ્ત કરાવી આપનાર પણ છે જેમ આંગણે બાંધેલો હાથી એમને એમ પણ શોભે અને આંગણે પણ શોભાવે છે તેમ આ શાસ્ત્ર સ્વયં સુશોભિત છે, જે-તે સ્થાન વ્યક્તિની શોભાને સ્થાન-માનને વધારનાર બને છે. હાથીના બળે શત્રુ સૈન્યને પરાસ્ત કરી શકાય છે તેમ આ મહાશાસ્ત્રના બળે અહીં કષાયોની પરિણતી થવાથી આલોકમાં પણ દ્રવ્યભાવશત્રુઓ પર વિજય પ્રાપ્ત કરાવી આપે છે જે આગળ જતાં કર્મશત્રુઓનું બળ ઘટાડીને આત્મગુણોના વિજેતા બનાવનાર છે.
ખરી વાત એવી છે કે જિનશાસન સ્વયં તત્ત્વરૂપ છે એટલે તેનું એકપણ વચન અતત્ત્વથી બચાવનાર અને તત્ત્વમાં રમાડનાર જ હોય તે નિઃસંદેહ વાત છે. શાસ્ત્રોને શાસન અને ત્રાણ કરનાર તરીકે જે સ્વીકારે તેના ઉપર તે શાસન કરી શકે છે ને તેનું ત્રાણ પણ કરી શકે છે. પણ જે બિચારા જીવો શાસ્ત્રોને શસ્ત્રરૂપે જ પરિણમાવે તેનું શું થાય?
અન્ય આગમોમાં પણ વિવિધ વિષયને કેન્દ્રમાં રાખીને વર્ણનો પ્રાપ્ત થાય છે.
વિવાહ વિજ્ઞપ્તિમાં અમરેન્દ્રનો ઉલ્લેખ (સૂ. ૩, ઉદ્દેશ ૨, સુત્ત ૧૪૪) પ્રાસાદ
સુય ૧ અ. ૧ સુત્ત ૧૯ ધારિણીનું શયનગૃહ સુય ૧ અ. ૧ સુત્ત ૯ સ્વયંવર
સુય ૧ અ. ૧૬ સુત્ત ૧૧૭-૧૨૦ નારદ
સુય ૧ અ. ૧૬ સુત્ત ૧૨૨ વ્યાયામશાળા
સુય ૧ અ. ૧ સુત્ત ૧૩ શ્રેણિકનું સ્નાન ગૃહ સુય ૧ અ. ૧ સુત્ત ૧૩ શ્રેણિકનો શણગાર સુય ૧ અ. ૧ સુત્ત ૧૩ મેઘ (દોહદ)
સુય ૧ અ. ૧ સુત્ત ૧૩
૨૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org