________________
વૈશિષ્ટય બતાવે છે? યુવાવસ્થામાં નિરોગી કાયાવાળા જીવની બધી જ સ્પષ્ટ શક્તિઓનો આવિર્ભાવ હોય છે એથી એમ લાગે છે કે આ સમુન્નત શબ્દ દ્વારા બાળક કે વૃદ્ધ નહીં એવા નિરોગી કાયાવાળા જયકુંજરનું સૂચન હોઈ શકે. લક્ષણોની શ્રેષ્ઠતા કે અંગોપાંગની વિશિષ્ટતા બાળ કે વૃદ્ધવયે પણ તે હાથીમાં હોઈ શકે પણ બધી જ શક્તિઓનો આવિર્ભાવ તે વયમાં ન હોય જ્યારે યુવાવસ્થામાં હોય તેથી સમુન્નત જયકુંજર કહીને ટીકાકાર મહર્ષિ સ્વાસ્થ્ય સંપન્ન યુવાવસ્થામાં રહેવા જયકુંજરની સૂચના કરી રહ્યાં છે તે વિચારક્ષમ વાત છે.
શ્રીપંચમાંગ ભગવતીસૂત્ર તત્વરમણ માટે જરૂરી તત્ત્વોથી ભરપૂર હોવાના કારણે બહિર્ભાવમાં રમતા આત્માને આત્મરમણતા કરાવવા શક્તિમાન છે. જેમ હાથી આવા સુલક્ષણો આદિથી શોભાયમાન હોવાના કારણે આંગણે બાંધ્યો હોય તો ય શોભી ઊઠે આંગણું પણ શોભાવે. તેમ આ શ્રી ભગવતીસૂત્ર અહીં વંચાય છે કે અમે સાંભળીએ છીએ એટલા માત્રથી શોભા વધારનાર બને છે, સાંભળનારને પણ લાગે કે હૈં શું ત્યાં ભગવતી વંચાય છે ? ઓહો બહુ કે'વાય, આવું મહાશાસ્ત્ર તમે સાંભળો છો? હાથીજયકુંજર માત્ર જંગલમાં રખડતો નથી લેવાયો પણ અલંકારો આદિથી શોભાયમાન, અંબાડીથી યુક્ત હોવાને કારણે અત્યંત રમણીય દેખાય તેવો છે તેમ આ શ્રી ભગવતીજી વિશિષ્ટ શાહી આદિથી લખવાયેલી સ્વર્ણાદિમુદ્રાઓથી પૂજિત બહુમાનકારી પૂજા-ભક્તિ આદિ દ્વારા આદરપાત્ર કરાયેલ છે. પંડિતજનો અને દિગ્ગજ વિદ્વાનો પણ જેને આદરદૃષ્ટિથી જુએ ને પૂછે તેવું છે. શત્રુ સૈન્ય ઉપર વિજય મેળવવા જેમ રાજાઓ આદિ આવા શ્રેષ્ઠ વાહનોનો ઉપયોગ કરે છે. તેમ આ શ્રીભગવતીજી સૂત્રને આગમોક્તવિધિપૂર્વક વાંચનાર-સાંભળનાર તત્ત્વનું જ્ઞાન મેળવી અતત્ત્વથી આત્માને બચાવી કર્મ શત્રુઓનો નાશ કરવા માટે કર્મ શત્રુઓ ઉપર વિજય મેળવવા માટે આના બળે સમર્થ બને છે.
Jain Education International
૨૧૨
For Private & Personal Use Only
www.jainelibrary.org