________________
દેવ અને ગુરુવંદન વેળા, ઉત્તરાસંગ કહીએ સાચો; આવશ્યક ને પૌષધ વેળા, કાંઈ કરો પંથ કાચો રે. જીવડા...૫ પંથ નહીં વળી સાધુનો રે, માળારોપણ કરો; ઉપધાન નામ લેઈ કરી જી, કાંઈ કરો ભવફેરો રે. જીવડા...૬ દ્રવ્યપૂજા ન હોય સાધુને રે, સૂત્રમાંહે જૂઓ જાચી; સાધુ પ્રતિષ્ઠા નવિ કરે રે, તે શ્રાવક વિધિ સાચી રે. જીવડા...૭ અણસહિત જે કરણી કીજે, તે સુખદાયક દીસે; કહે ગજલાભ મુજ આજ્ઞા ઉપર હરખે હીયડું હસે રે. જીવડા...૮
ઢાળ ત્રીજી
(રાગઃ આશાવરી) વીર જિણેસર શ્રીમુખ ભાખે, શ્રાવકનાં વ્રત બાર; નવમું વ્રત સામાયિક કેરું, ઉભયકાળ અધિકાર. સુણો રે સુણો તુમે ભવિયણ પ્રાણી, સાચી જિનવર વાણી રે... ૧ સદ્દણા સવિશુદ્ધિ આણી, કરજો સૂત્રે જાણી રે. સુણો...૨ વારંવાર સામાયિક કરતાં; દશમું મૂલ વ્રત નાશે રે; પંદર દિવસનું માન તેહનું, આવશ્યકચૂર્ણ ભાખી રે. સુણો...૩ આઠમ ચઉદસ પૂનમ અમાવાસ, માસમાસ ચોપરવી રે; મુલગી તિથિ મૂકી કરીને, ક્યાં દીઠી પંચપરવી રે. સુણો...૪ પર્વતિથિ જે પોસહ કીજે, તે ઠામઠામ સૂત્રે સાખી; સઘળા દિવસ કેમ સરખા ગણીએ, ચોપરવી જિને ભાખી રે. સુણો...૫ ચોવિહાર પોસહ જિને ભાખ્યો, આગમ અંગે ઉવંગે; અન્ન ઉદગ લેઈ કાંઈ વિરાધો, તે વંચ્છી આવી ભંગે રે. સુણો...૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org