________________
સમય સોળમાં સૈકાનો સંભવે છે.
કવિલીંબોએ પાર્શ્વનાથ નામના સંગરસ ચંદ્રાઉલાની રચના ૪૯ કડીમાં કરી છે. મધ્યકાલીન કવિઓ કાવ્યને અંતે કૃતિના સમયનો ઉલ્લેખ કરે છે પણ આ કૃતિમાં કવિ નામનો સંદર્ભ પ્રાપ્ત થાય છે.
જૈન ગુર્જર કવિઓ ભા. ૧ માં આ કૃતિના શીર્ષક આગળ પાર્શ્વનાથ નામના શબ્દ પ્રયોગ થયો છે જ્યારે પ્રાપ્ત હસ્તપ્રતમાં “સંગરસ ચંદ્રાઉલા' એ પ્રમાણે શીર્ષક છે. પાર્શ્વનાથનું ઈષ્ટદેવ તરીકે સ્મરણ કરવામાં આવ્યું હોય અને એમની વાણીમાં સંવેગરસ હોય તે સ્વાભાવિક છે એમ વિચારીએ તો યોગ્ય લેખાશે.
સંવેગનો અર્થ - મોક્ષાભિલાષાની તીવ્ર ઉત્કંઠાવાળા આત્મા તત્ત્વનિષ્ઠ પરિણામમાં વિચારમગ્ન બને છે. મનની આવી સ્થિતિ “સંવેગ સાથે સંબંધ ધરાવે છે. સંવેગ એટલે સંસારના ભારથી નિત્ય મુક્ત થવા માટે ભય કે ડર રાખીને સમ્યફ જ્ઞાન, દર્શન અને ચારિત્રની આરાધનાના શુભ પરિણામ.
તત્ત્વાર્થાધિગમ્ સૂત્રના પ્રથમ અધ્યયનના પ્રથમ સૂત્રમાં સમ્યક્દર્શનની માહિતી છે. કોઈ આત્મા સમ્યક દર્શનની માહિતીવાળો છે કે કોઈ આત્મા સમ્યક્ દર્શનવાળો છે કે કેમ? તેના પ્રત્યુત્તર નીચે પ્રમાણે છે.
શમ-સંવેગ-નિર્વેદ-અનુકંપા અને આસ્તિક્ય. અહીંસંવેગ શબ્દ પ્રયોગ થયો છે તેનો અર્થ મોક્ષ પ્રત્યે રાગ. સંવેગ રસ ચંદ્રાઉલાની રચનામાં સંવેગ શબ્દના સંદર્ભમાં વિચારીએ તો સંસારનું સ્વરૂપ જાણીને ભવ્યાત્મા મોક્ષ પ્રાપ્તિ માટે પુરૂષાર્થ કરવા પ્રેરાય છે. સમકિતનાં પાંચ લક્ષણ છે તેમાં સંવેગનો સમાવેશ થયો છે. આ લક્ષણો યુક્ત આત્મા સમકિત પામ્યા છે એમ કહી શકાય. - સંવેગ એટલે વૈરાગ્ય ભાવ -સંસાર પ્રત્યેની ઉદાસીનતા અને મોક્ષની સાધનામાં શુભ ભાવના ભાવવાની મનની સ્થિતિ. સંવેગ કથા એટલે કે જે કથાના (પરિણામ) શ્રવણ અને ચિંતનથી મોક્ષ પ્રાપ્તિની ભાવના પ્રગટ થાય.
(૭૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org