________________
૮. ચંદ્રાઉલા
જૈન સાહિત્યમાં વિવિધ પ્રકારનાં કાવ્યો સર્જાયા છે. તેમાં અલ્પ પરિચિત કાવ્યપ્રકાર ચંદ્રાઉલાની માહિતી પ્રગટ કરવામાં આવી છે. પદ્ય રચનામાં છંદ પ્રયોગની સાથે દેશીઓનો મોટા પ્રમાણમાં પ્રયોગ થયો છે. દેશીઓની સંખ્યા ૨૩૨૮ છે તેની માહિતી જૈન ગુર્જર કવિઓ ભા. ૮ માંથી પ્રાપ્ત થાય છે. દેશીઓની વૈવિધ્યપૂર્ણ સૂચિમાં ચંદ્રાઉલા-વલા એક પ્રકારની દેશી છે જેનો નંબર ૫૪૭/૧ છે. આ દેશીનો પ્રયોગ કરનાર કવિઓમાં કવિ સમયસુંદર સં. ૧૬૭૬, કવિ જયરંગ સં. ૧૭૦૦, કવિ જ્ઞાનકુશળ સં. ૧૭૦૭, કવિ જયવંતસૂરિ સં. ૧૬૪૩નો સમાવેશ થાય છે. કવિ લીંબોની પાર્શ્વનાથ નામના ચંદ્રાઉલા અને કવિ જયવંતસૂરિની સીમંધરના ચંદ્રાઉલા-અપ્રગટ છે જેનો પરિચય હસ્તપ્રતને આધારે આપવામાં આવ્યો છે. પાર્શ્વનાથજીના ચંદ્રાઉલાઅજ્ઞાત કવિની છે.
ગુણ નિધાન સૂરિ શિષ્યની ‘નેમીનાથના ચંદ્રાવલા', હેમવિજયગણિની ‘નેમિજિન ચંદ્રાવલા’ અને લોકા ગચ્છના કવિ લબ્ધિએ નેમીશ્વર ભગવાનના ચંદ્રાવલાની રચના ૨૯૫ કડીમાં કરી છે. આ રચના ચંદ્રાવલા પ્રકારની દીર્ઘકૃતિ છે.
૧. પાર્શ્વનાથ નામના સંવેગ રસ ચંદ્રાઉલા. સત્તરમાં સૈકાના સુપ્રસિદ્ધ શ્રાવક કવિ ઋષભદાસે પોતાના સમય પૂર્વેના કેટલાક કવિઓનો ‘કુમારપાળ રાસ' ની રચના (સં. ૧૬૭૦) માં ઉલ્લેખ કર્યો છે. તેમાં કવિ લીંબોનું નામ પ્રાપ્ત થાય છે.
લાવણ્ય લીંબો, ખીમો, ખરે, સકલ કવિની કીતિ
એ કવિ મોટા બુદ્ધિ વિશાલ, તે આગલિ હું મૂરખ કરો.
સાયર આગલિ સરોવર નીર કશી તેડ આ છણ નિંનીર. ॥૧૫॥
કવિ ઋષભદાસે લીંબોનો શ્રાવક કવિ તરીકે ઉલ્લેખ કર્યો છે. આ કવિનો
Jain Education International
૭૦
For Private & Personal Use Only
www.jainelibrary.org