________________
સંવેગ રસ એટલે કે વૈરાગ્ય વાસિત મનના મોક્ષ માટેના શુભ પરિણામ. સાહિત્યમાં રસશાસ્ત્રની દષ્ટિએ કાવ્યમાં કોઈ ને કોઈ રસનું નિરૂપણ થયેલું હોય છે. આ કૃતિમાં ઉપશમ ભાવ (શાંત રસ) એટલે સંવેગ-વૈરાગ્ય રસની ભાવનાનું હૃદયસ્પર્શી અને ભાવવાહી નિરૂપણ થયું છે. ચંદ્રાઉલા પ્રકારની કૃતિઓમાં આ અપ્રગટ કૃતિનો હસ્તપ્રતને આધારે માહિતી આપવામાં આવી
કવિએ “ચંદ્રાઉલા' દેશીનો પ્રયોગ કરીને રચના કરી હોવાથી “સંવેગ રસ ચંદ્રાઉલા' નામ આપવામાં આવ્યું છે. શીર્ષકનું પૂર્વ પદ વિષયનો નિર્દેશ કરે છે જ્યારે ઉત્તર પદમાં કાવ્ય પ્રકારનો ઉલ્લેખ મળે છે. “ચંદ્રાઉલા' ની સંક્ષિપ્ત માહિતી નીચે પ્રમાણે છે.
કવિએ આરંભમાં ઈષ્ટદેવથી પાર્શ્વનાથનું સ્મરણ કરીને માનવજન્મ મળ્યા પછી પ્રભુની સેવા કરવાનો ભક્તિ નિર્દેશ કર્યો છે. કવિના શબ્દો છેઃ
સકલ સુરિદ નઈ સદા રે પાસજિ નિ દે તો માનવ ભવ પામી કરી હિ અહિનિશિ કીજઈ સેતો અનિશિ સેન કરી જઈ જિણવર તલ નિશિઈ પામજ શિવપુર તુમ્હ મુખ જોતાં હરિષ ન માઈ સકલ સુદિ સદગુણ ગાઈ. //
ભક્ત પોતાની જાતને સેવક માનીને ભગવાનને વિનંતીરૂપે કહે છે કે ચાર ગતિમાં જીવાત્માએ ભ્રમણ કરીને અનેક પ્રકારનાં દુઃખો સહન કર્યા છે અને હવે હે પ્રભુ! તમારે શરણે આવ્યો છું. મને ચારગતિરૂપ ભવભ્રમણ જલનિધિ માંથી તાર-પાર-ઉતાર. કવિના શબ્દો છે :
ચઉ ગઈ જલનિધિ જીવહારિ તિહાં પરિભ્રમણણ કરનિરિ જનમ જરામણિ કરી રે દુક અનંત સંહતિ રિ દુઃખ અનંત સંહતિ દયા પર ભોટ તુમ્હારિ પારવઈ જિનવર દયા કરી ભવદુઃખનિવાર? ચી ગઈ જલનિધિ પાર ઉતાર. ૪૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org