________________
સ્વામી ધ્યાઉં શ્રી જિનચંદુસ્થાન ધરતાં પરમાણંદ જિહાંચ્છઈ શાસ્વત સુખ અનંત ભીવાનઈ આપુ ભગવંત / (ગાથા ૪૯)
કવિએ ઉપદેશાત્મક વિચારો દર્શાવતાં જિનપ્રતિમા પૂજન અને ભક્તિની રમઝટ દ્વારા પ્રભુ ગુણગાન કરવાનો વિચાર દર્શાવ્યો છે.
શ્રી જિનમૂરતિ પૂજતા રે પામઈ પરમાણંદો રે જિનહર અતિરણી આમણું રે ગુણ ગાઈ અમરિંદો રે ગુણ ગાંઈ પ્રભુ નમણિ નિહાલઈ જનમકોડિનાં પાપ પાલઈ આપણધન ધન માવંતા શ્રી જિનબિંબ સદા (ગા. ૩૭) ધર્મના પ્રભાવથી શું ફળ મળે છે તેનો ઉલ્લેખ કરતાં કવિ જણાવે છે કે ઉત્તમકુલ પામીકરીરિ પાલઈ શ્રી જિનધર્મરે તપ જપ સંજમ આદરી રે તે રછેદઈ સવિકર્મરે તે શુભ (ધ્યાન) ધ્યાન કરી અનુકૂલ હિ રાગદ્વેષ ઘુડથાઉ ન ભૂલઈ અનુક મિલહી કેવલનાણ ઉત્તમ ગતિ પામઈ નિરવાંજે II (ગા. ૨૩)
ચંદ્રાઉલા દેશીની વિશિષ્ટ પ્રકારની ગેયતા સિદ્ધ કરતી સંવેગાસનો ભાવ જાગૃત થાય તેવા વિચારોથી સમૃદ્ધ કરતી આ કૃતિ પરોક્ષ રીતે ભવભ્રમણની વીતક કથા સાંભળીને આત્માના શાશ્વત સુખ માટે વૈરાગ્ય રસની ભાવના દ્વારા માનવજન્મ સફળ કરવાનો બોધ પ્રાપ્ત થાય છે.
નોંધ : આ હસ્તપ્રત લાલભાઈ દલપતભાઈ પ્રા. વિદ્યામંદિર - અમદાવાદથી પ્રાપ્ત થઈ છે. ૨. કવિ સંયમસુંદરે જિનચન્દ્રસૂરિ “ચંદ્રાઉલા ગીતમ્”ની ચાર કડીમાં રચના કરીને ખરતર ગચ્છના મહાન ગુરૂદેવના આગમન અને તેનાથી સકળ સંઘમાં હર્ષોલ્લાસ પ્રગટ્યો છે તેનું વર્ણન કરીને ગુરૂ મહિમા ગાયો છે. કવિએ ચંદ્રાઉલા
૭૫)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org