________________
ઝલહલઈ, પંથી ઘર ભણી પુલઈ; વિપરીત આકાશ, ચંદ્ર સૂર્ય પારિયાસ; રાતિ અંધારી, લવઈ તિમિરી; ઉતરની ઉનયણ છાયઉ ગયણ, દિસિ ઘોર નાચંઈ મોર, સઘર વરસઈ ધારાધર, પાણી તણા પ્રવાહ પલહલઈ વાડજિ ઉપરિ વેલા વલઈ ચીખલિ ચાલતાં શકટ અલંઈ લોક તણાં મન ધર્મ ઉપરિવલંઈ, નદી મહાપૂરિ આવઈ પૃથ્વીપીઠ પ્લાવઈ નવા, કિસલય ગહગહંઈ વલ્લીવિતાન. લહલહઈ કુટુંબી લોક માસઈ મહાત્મા બઈઠાં પુસ્તક વાંચઈ પર્વતત નીઝરણ વિફ્ટઈ ભરિયાં સરોવર ફૂટંઈ. (પા. ૨૮૧)
આગમ ગ્રંથોમાં વિશિષ્ટ પ્રકારનાં વિવિધ વર્ણનોનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. ઉત્તરાધ્યયન સૂત્રના ૨૨ મા અધ્યયનમાં ગા. ૮ થી ૧૩ માં નેમકુમાર લગ્નના મંડપ પ્રતિ આવી પહોંચે છે તે પ્રસંગનું વર્ણન નીચે પ્રમાણે છે.
હવે યાચના કર્યા બાદ તે રાજીમતીના પિતાએ મહર્દિક વાસુદેવને કહ્યું કે ખુશીથી અરિષ્ટ નેમિકુમાર અહીં પધારો કે જેથી તેમને વિવાહ-વિધિપૂર્વક મારી રાજીમતી કન્યા પરણાવું. આ પ્રમાણે ઉગ્રસેનના કથન બાદ બંને કુલમાં વધામણાં થયા. કોષ્ટકી જોષીએ આપેલ નજીકના વિવાહ મુહુર્ત જેમણે જયાવિજયા ઋર્કિવૃદ્ધિ વગેરે સર્વ ઔષધિઓથી સ્નાન કર્યું છે, જેમણે લલાટમાં મુશલનો સ્પર્શ આદિ કૌતુક અને દહીં અક્ષત વગેરે મંગલો કર્યા છે જેમણે દિવ્ય-દેવદૂષ્યની જોડીનું પરિધાન કર્યું છે અને જેઓ બરાબર ભૂષણોની વિભૂષાવાળા છે એવા અરિષ્ટ નેમિકુમાર વાસુદેવના જયેષ્ઠ પટ્ટ હાથી ઉપર આરૂઢ થયેલા મસ્તકમાં રહેલા ચૂડામણિની માફક અત્યંત શોભી રહ્યા છે. મસ્તક ઉપર ધરાયેલ છત્રથી અને બંને બાજુએ વીંઝાતા ચામરોથી શોભતા, સમુદ્રવિજયાદિ વાસુદેવ પર્વતના દસ ભાઈઓ રૂપ દશાહથી યુક્ત સઘળા પરિવારથી પરિવરેલા, ક્રમસર ગોઠવાયેલી ચતુરંગી સેના સહિત આકાશવ્યાપી દિવ્ય વાંજિત્રોના સુંદર ધ્વનિઓથી યુક્ત, ઉત્તમ દીપ્તિ સંપન્ન પૂર્વોક્ત સાહ્યબીના દબદબાપૂર્વક અને યદુવંશરૂપી સમુદ્રમાં ચંદ્ર સમાન અરિષ્ટનેમિકુમાર પોતાના
(૨૧૦)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org