________________
આ રીતે વર્ણન સૂચક જાવ-જહા અને વણઅનો સંદર્ભ આગમમાંથી પ્રાપ્ત થાય છે.
૪-બી વર્ણનના વિષયોમાં રાજા, રાણી, નગર, ઉદ્યાન, ચૈત્ય, પ્રભાત, દેવ, દીક્ષિત, છ ઋતુ, હાથી, પ્રાસાદ, સમુદ્રયાત્રા, મેઘ વગેરેનો સમાવેશ થાય છે.
પુણ્ય લગઈ પૃથ્વીપીઠિ પ્રસિદ્ધિ પુણ્ય લગઈ મનવાંછિત સિદ્ધિ; પુણ્ય લગઈ નિર્મલ બુદ્ધિ લગઈ, ઋદ્ધિ વૃદ્ધિ; પુણ્ય લગઈ શરીર નીરોગ પુણ્ય લગઈ, અભંગુર ભોગ પુણ્ય લગઈ કુટુંબ પરિવાર તણા સંયોગ, પુણ્ય લગઈ પલાણી થઈ તુંરંગ પુણ્ય લગઈ નવનવા રંગ, પુણ્ય લગઈ ધરિ ગજઘટા ચાલતાં દીજઈ ચંદન છટા પુણ્ય લગઈ નિરૂપમ રૂપ અલક્ષ્ય સ્વરૂપ; પુણ્ય લગઈ વસિવા પ્રધાન આવાસ, તુરંગમ તણી લાસ પૂજંઈ મન ચીંતવી આસ; પુણ્ય લગઈ આનંદ દાયિની મૂર્તિ અભૂત ર્તિ પુણ્ય લગઈ ભલા આહાર અદ્ભૂત શૃંગારઃ પુણ્ય લગઈ સર્વત્ર બહુમાન ઘણું કહીયઈ પામીયઈ કેવલજ્ઞાન.
આ ચરિતમાં વિવિધ વર્ણનોનો ઉલ્લેખ થયો છે. દ્વીપ, ક્ષેત્ર, નગર, રાજસભા, ઋતુ, સ્વયંવર, વન, સૈન્ય (ચતુરંગ), હાથી, ઘોડા, રથ, પાયદળ, અટવી, સામૈયું, લગ્નમહોત્સવ, ભોજન સમારંભ, સ્નાન વગેરેનાં વર્ણનમાં અલંકારયુક્ત શૈલીની સાથે પ્રાસાદિકતાનો પણ ઉત્તમ સમન્વય સધાયો છે. ઋતુવર્ણનની માહિતી નીચે પ્રમાણે છે:
ઈસિઈ અવસર આવિ આષાઢ, ઈતર ગુણિ સંબાઢ કાટઈયઈ લોહ ધામ તણી નિરોહ; છાસિ ખાટી પાણી વીયાઈ માટી; વિસ્તરિઉ વર્ષાકાલ, જે પંથી તાણુઉ કાલ નાઠઉ દુકાલસ; જીણઈ વર્ષાકાલિ મધુર ધ્વનિ મેહ ગાજઈ, દુર્મિક્ષ તણા ભય ભાઈ જાણએ સુભિક્ષ ભૂપતિ આવતાં જયઢક્કા વાજઈ ચિહું દિસિ વીજ
૨૦૯)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org