________________
અનિત્યતા વગેરે ભાવ દર્શાવતી વૈરાગ્ય પ્રેરક-વર્ધક કથા સંવેદન કથા ગણાય
છે.
(૪) નિર્વેદની કથા : કર્મોના અશુભ ફળના ઉદયથી દુઃખની પરંપરા ભોગવવી, સંસાર પ્રત્યે વૈરાગ્ય દ્વારા ત્યાગ કરવાની ભાવનાનું નિરૂપણ કરતી કથા નિર્વેદની કહેવાય છે.
મિશ્રિત કથા – અધર્મકથા, કામકથા અને ધર્મકથાના મિશ્રણવાળી હોય છે. આ પ્રકારની કથાઓમાં મુખ્યત્વે વીર પુરૂષોનાં પરાક્રમ-શૌર્ય, વેપાર, શ્રેષ્ઠિઓની સાહસિકતા, સમુદ્રયાત્રા, દાન-શીલ-તપ-ક્રોધ-માન-માયા-લોભ આદિ ચાર કષાય માનવ સ્વભાવની વૃત્તિઓ અને દુરાચાર વગેરેનો ઉલ્લેખ થયેલો છે એટલે આ કથા મિશ્રિત-મિશ્રણ એમ કહેવાય છે. આ. હરિભદ્રસૂરિ લૌકિક અને ધર્મ હેતુ સાથે રચાયેલી કથાને મિશ્રકથા કહી છે. મિશ્રકથામાં અનુભૂતિની પૂર્ણતા પાત્રોની વિવિધ પ્રકારની અભિવ્યક્તિ, જીવનના વૈવિધ્યપૂર્ણ પ્રસંગો, સૌંદર્ય પ્રધાન સાધનો, જીવનનું રહસ્ય વગેરે પ્રગટ થાય છે. આ મિશ્રકથાનું અન્ય નામ સંકીર્ણ કથા છે અને કથા સાહિત્યમાં તે સ્થાન ધરાવે છે.
સમરાઈચ્ચ કહામાં દિવ્યકથા, માનુષકથા અને દિવ્યમાનુષકથા એમ ત્રણ ભેદ દર્શાવ્યા છે.
દિવ્ય કથા : દિવ્ય મનુષ્યોની ક્રિયા અને પ્રવૃત્તિઓથી કથા વસ્તુનો વિકાસ થાય છે. મનોરંજન, કૂતુહલ, શૃંગારરસ, નિર્બંધતા જેવા લક્ષણો દિવ્યકથામાં હોય છે. તેમાં સર્જનકની વર્ણનકળા અને કથનશૈલી પ્રભાવોત્પાદક હોય છે. તેમાં સર્જકની સ્વાભાવિકતા-કથાની મૌલિકતનું પ્રમાણ અલ્પ હોય છે.
માનુષ કથા : આ કથામાં માનવ પાત્રોની પૂર્ણ માનવતાનું નિરૂપણ કરીને પાત્રો મૂર્તિમંત રીતે આલેખાયેલાં હોય છે.
દિવ્ય માનુષ કથા : તેમાં કથા તત્ત્વ કલાત્મક રીતે કાર્યરત હોય છે. કોઈ
Jain Education International
૨૪૨
For Private & Personal Use Only
www.jainelibrary.org