________________
આચાર્ય હરિભદ્રસૂરિએ સમરાઈચ્ચ કહા (ભવ-૧, પત્ર-૩)માં કથાના ચાર પ્રકાર દર્શાવ્યા છે. પૂ. ઉદ્યોતનસૂરિએ ધર્મ, અર્થ અને કામ કથા એમ ત્રણ ભેદ દર્શાવ્યા છે. દશ વૈકાલિક સૂત્રમાં વર્ણનના વિષયને આધારે અર્થ, ધર્મ, કામ અને મિક્ષિત કથા એમ ચાર ભેદ જણાવ્યા છે. ઉદ્યોતનસૂરિએ કુવલયમાળા-કંડિકા-૭માં કથાના પાંચ પ્રકાર ગણાવ્યા છે. (૧) સકલ કથા, (૨) ખંડ કથા, (૩) ઉલ્લાપકથા, (૪) પરિહાસકથા, (૫) વરાકથા. આ પાંચ કથા સંકીર્ણકથા છે એમ સમજાય છે.
સિધ્ધર્ષિગણિએ ‘ઉપમિતિ ભવ પ્રપંચ' ગ્રંથમાં આ રૂપકાત્મક અભિવ્યક્તિવાળા ગ્રંથના પ્રથમ પ્રસ્તાવમાં કથાના ચાર પ્રકાર દર્શાવ્યા છે. તેમાં ધર્મ, અર્થ, કામ અને સંકીર્ણ કથાનો સમાવેશ થયો છે. સિધ્ધર્ષિનો મત હરિભદ્રસૂરિની સાથે સામ્ય ધરાવે છે. અર્થકથા અને કામ કથા ત્યાગ કરવારૂપ છે.
આ. હેમચંદ્રસૂરિના કાવ્યાનુશાસનમાંથી કથાના બારભેદની માહિતી પ્રાપ્ત થાય છે. (૧) આખ્યાયિકા, (૨) કથા, (૩) આખ્યાન, (૪) નિદર્શન, (૫) પ્રહલ્લિકા, (૬) મન્યાલ્લિકા, (૭) મણિકુત્થા, (૮) પરિકથા, (૯) ખંડકથા, (૧૦) સકલકથા, (૧૧) ઉપકથા, (૧૨) બૃહત્કથા.
આ રીતે કથાના પ્રકારોની માહિતી પ્રાપ્ત થાય છે. કથાના પ્રકારના સંદર્ભમાં ‘વિકથા' પણ સ્થાન ધરાવે છે. તેના ચાર પ્રકાર - રાજકથા, ભક્તકથા, દેશકથા અને સ્ત્રીકથા. આ ચાર વિકથા અનર્થ દંડવાળી હોવાથી ત્યાગ કરવા લાયક ગણી છે.
કથાઓના પ્રકારની માહિતી પછી સંક્ષિપ્ત નોંધ દ્વારા કથા વિશે વિગતો આપવામાં આવી છે તે નીચે જણાવ્યા પ્રમાણે છે.
અર્થકથા ઃ માનવજીવનમાં ધન-સંપત્તિની આવશ્યકતા છે. તે વગર જીવન ચાલી શકે નહિ. આ અર્થવિશે નિરૂપણ કરતી કથાને અર્થ કથા કહેવામાં આવે છે. દશવૈકાલિક સૂત્રમાં જણાવ્યું છે કે વિદ્યા, શિલ્પ, વિવિધ ઉપાય,
Jain Education International
૨૪૦
For Private & Personal Use Only
www.jainelibrary.org