________________
મ્હારા સુગણ સોભાગી મારૂજી. મારું સોના રૂપા કેરું બેડલું રે હો રૂપા ઈઢોલામાં હાથ, મ્હારાં વાલાજી લો, હું ગઈથી મહીં વેચવા રે.
દેશીઓનો વિચાર કરતાં એમ સ્પષ્ટ જણાય છે કે તેને ભાષા સાથે પણ સંબંધ છે. દેશીઓની અન્ય ભાષામાં રચના થઈ છે. તેમાં પ્રાદેશિકતા ગુજરાત, રાજસ્થાન, મારવાડ, કચ્છ વગેરેની ભાષાના શબ્દો પણ પ્રયોજાયા છે. એટલે દેશીઓમાં પ્રાદેશિકતાનો પ્રભાવ છે. દેશી સાથે ખ્યાલ, તર્જ જેવા શબ્દો સામ્ય ધરાવે છે. આ રીતે દેશીઓ વિવિધ પ્રકારની છે અને તેના દ્વારા સ્તવન, સઝાય, પૂજા, ઢાળિયાં અને અન્ય કાવ્યપ્રકારોમાં તેનો પ્રયોગ થયો છે. આજે પણ રાગ અને લય બદ્ધ કાવ્યપંક્તિઓ લોકગીત સમાન લોકજીભે રમતી જોવા મળે છે અને તેનાથી પ્રાચીન ધર્મ સાહિત્ય પ્રસંગોનું સ્મરણ થાય છે.
લગભગ ૧૩મી સદીના સમયથી દેશીઓનો પ્રારંભ થયો અને તેનો વિકાસ થતાં તેમાં રાગ - ટેક - અંચલી – રાહ – ખ્યાલ - તર્જ જેવી દેશીઓ સમાન રચનાઓથી કાવ્ય સર્જન થયું છે. દેશીઓની આ માહિતી કાવ્યના આસ્વાદમાં ઉપયોગી થશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org