________________
અંત - ઇમ જંબૂનઈ સોહમસારિઈ એહ અજઝયણ ભણ્યઉં સિવકામિઈ તમ સંબંધ એહ ગુણિ ભરિઉ ઈષ્યામ્ અંગત ઊઘરિયલ સંવત સોલ ચડોતર વરસઈ જેસલમેરૂ નયર શુભ દિવસઈ શ્રી જિનહંસસૂરિ ગુરૂ સીસઈ પુણ્યસાગર વિઝાય જગીસઈ શ્રી જિનમાણિસૂરિ આદેસઈ સુબાહુ ચરિત ભણિયઈલવલેસઈ.
સત્તરમી સદીના કવિ ચારિત્રસિંહ ચતુઃ શરણ સંધિની રચના સં. ૧૬૯૧માં ૯૧ ગાથા પ્રમાણ કરી છે. પૂ. શ્રી ખરતરગચ્છના મલિભદ્રના શિષ્ય હતા. આ રચના જેસલમેરના જ્ઞાન ભંડારમાં છે.
સત્તરમી સદીના ત્રીજા તબક્કામાં થયેલા કવિ સંયમમૂર્તિએ “ઉદાઈ રાજર્ષિ સંધિ” ની રચના સં. ૧૬૬રની આસપાસમાં કરી છે. નમૂનારૂપે પંક્તિઓ નીચે પ્રમાણે છે : ૮. અંત -
ઉદાય મુનિવર ગુણ નિતિ મનિધરઈ સાધુ સુશ્રાવક સુષ તે અણસઈ. અણસરઈ બહુસુષ તેહ અહિનિસિ જે રિષિ ગુણગાવાઈ શ્રી વીરવાણી ધરમણી દયાયઈ તે સુષપાવઈ વિઝાય શ્રી વિનયમૂરતિ સીસ સંજિસ ઈમ કહઈ જો ભણઈ ભાવઈ રિદય પાવઈ સયલ સુખ સંપતિ લહઈ. કવિએ છેલ્લી પંકિતમાં ફળશ્રુતિનો ઉલ્લેખ કર્યો છે.
વડતપગચ્છના વિદ્યારત્નના શિષ્ય કનકસુંદરે જિનપાલિત સજઝાય સંધિની ૭૩ ગાથામાં રચના કરી છે. કવિએ કાવ્યને અંતે સંધિ રચનાનો સંદર્ભ જ્ઞાતાધર્મ કથા છે એમ સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે. નમૂનારૂપે પંક્તિઓ જોઈએ તો : ૯. અંત -
જ્ઞાતકથા ઈમ સાંભલી હરખિ પરષદ બારો રે જિનવાણી સૂણી સર્વહિ તસ ધરિ હુ સુખકારી રે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org